ન્યૂઝીલૅંડ પોલીસની WARNING છતાં ન માની વિરાટ સેના, ન્યૂઝીલૅંડ ધ્વસ્ત-ઇન્ડિયા મસ્ત, સિરીઝમાં મેળવી 3-0ની અજેય લીડ

|

Jan 28, 2019 | 9:49 AM

ઑસ્ટ્રેલિયામાં 70 વર્ષ બાદ પહેલી વાર દ્વિપક્ષીય વનડે સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતીય ટીમે ન્યૂઝીલૅંડ ઉપર 10 વર્ષ બાદ શાનદાર વનડે સિરીઝ જીતી છે. ભારતે માઉંટ માઉંગાનુઈ ખાતે આજે રમાયેલી ત્રીજી વનડેમાં 7 વિકેટથી જીત મેળવતાની સાથે જ 5 મૅચોની વનડે સિરીઝમાં 3-0થી વિજય મેળવી લીધો. ત્રીજી મૅચ ભારતે 7 વિકેટથી જીતી લીધી છે. […]

ન્યૂઝીલૅંડ પોલીસની WARNING છતાં ન માની વિરાટ સેના, ન્યૂઝીલૅંડ ધ્વસ્ત-ઇન્ડિયા મસ્ત, સિરીઝમાં મેળવી 3-0ની અજેય લીડ

Follow us on

ઑસ્ટ્રેલિયામાં 70 વર્ષ બાદ પહેલી વાર દ્વિપક્ષીય વનડે સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતીય ટીમે ન્યૂઝીલૅંડ ઉપર 10 વર્ષ બાદ શાનદાર વનડે સિરીઝ જીતી છે.

ભારતે માઉંટ માઉંગાનુઈ ખાતે આજે રમાયેલી ત્રીજી વનડેમાં 7 વિકેટથી જીત મેળવતાની સાથે જ 5 મૅચોની વનડે સિરીઝમાં 3-0થી વિજય મેળવી લીધો. ત્રીજી મૅચ ભારતે 7 વિકેટથી જીતી લીધી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો : ઉડીબાબા! વિરાટની સેનાએ કિવી ટીમને બે મેચમાં ધુળ ચટાવી તો ન્યૂઝીલેન્ડ પોલીસ બની ગઈ ભારતીય ક્રિકેટ ટીમની દુશ્મન, જાહેર કરી ભારતીય ટીમની વિરુદ્ધ દુનિયાની સૌથી અનોખી ચેતવણી

આ અગાઉ ભારતે ન્યૂઝીલૅંડ પર વનડે સિરીઝમાં છેલ્લો વિજય વર્ષ 2009માં મેળવ્યો હતો. 2009 બાદ કીવીઝની ધરતી પર ભારત બીજી વાર દ્વિપક્ષીય વનડે સિરીઝ રમી રહ્યું છે. ભારતે આજના વિજય સાથે 2014માં ન્યૂઝીલૅંડની ધરતી પર મળેલા વનડે સિરીઝના પરાજયનો બદલો પણ લીધો કે જ્યારે ન્યૂઝીલૅંડે ભારતને 4-0થી માત આપી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

આજની મૅચમાં ન્યૂઝીલૅંડે પ્રથમ બૅટિંગ કરતા 243 રન બનાવ્યા હતાં. ભારત તરફથી સૌથી શ્રેષ્ઠ બૉલિંગ કરતા મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી, જ્યારે યજુવેન્દ્ર ચહલે 3, ભુવનેશ્વર તથા હાર્દિક પંડ્યા 1-1 વિકેટ ઝડપી. એક ખેલાડી રન આઉટ થયો.

આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

જવાબમાં ભારત તરફથી શરુઆત સારી ન રહી, કારણ કે 39ના સ્કોર પર શિખર ધવન 28 રને આઉટ થઈ ગયો. ત્યાર બાદ રોહિત શર્માએ 77 બૉલ પર 62 રન અને વિરાટ કોહલીએ 60 રન બનાવ્યા. અંબાતી રાયડૂ 42 બૉલમાં 40 રન અને દિનેશ કાર્તિક 38 બૉલમાં 38 રન બનાવી નોટ આઉટ રહ્યાં.

[yop_poll id=860]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article