Neeraj Chopra Javelin Throw World Championships 2023: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અજાયબીઓ કરી હતી. તેણે પોતાના પ્રથમ થ્રોથી જ દુનિયાને હચમચાવી દીધી હતી. બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજે (Neeraj Chopra)પહેલા જ થ્રોથી હંગામો મચાવ્યો હતો અને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. એટલું જ નહીં તે 2024 પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે.
આ પણ વાંચો : Rich Tennis Players : ચારેય ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનનાર મહિલા ટેનિસ ખેલાડી ‘કિમ ક્લાઇસ્ટર્સ’
ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ હવે તેના પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રકથી માત્ર એક પગલું દૂર છે. ગયા વર્ષે તે ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો હતો. તેણે માત્ર સિલ્વરથી જ સંતોષ માનવો પડ્યો. હવે તેની પાસે સિલ્વરને ગોલ્ડમાં કન્વર્ટ કરવાની તક છે. જેવલિન થ્રોની ટાઈટલ મેચ રવિવારે રમાશે.
The golden arm Neeraj Chopra #NeerajChopra pic.twitter.com/l0aY3VnvOs
— ™ (@Swetha_little_) August 25, 2023
ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ગ્રુપ Aમાં હતો. જ્યાં બાકીના ખેલાડીઓને 80 મીટર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. બીજી તરફ, નીરજે તેની સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પહેલા જ થ્રોમાં આપ્યું હતું. 88.77 મીટર તેનું આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
નીરજના થ્રોનું અંતર જોઈને દરેકની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેનું ભાલું 90 મીટરની નજીક જતું જોવા મળ્યું હતુ, પરંતુ ભાલું 90 મીટરના નિશાનને પાર કરી શક્યું ન હતુ. આમ છતાં ભારતના સ્ટાર ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. નીરજ 88.77 મીટર સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
એક જ થ્રોની સાથે નીરજે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલ્મિપિકનું ક્વોલિફાઈ માર્ક 85.50 મીટર છે અને નીરજનો થ્રો આ માર્કથી ખુબ આગળ ગયો હતો. ઓલિમ્પિક ક્વોલિફાય વિંડો એક જુલાઈથી શરુ થઈ ગઈ છે. 88.77 મીટર નીરજની કારકિર્દીનું ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 89.94 મીટર છે, જે તેણે ગયા વર્ષે જૂનમાં ડાયમંડ લીગમાં ફેંક્યો હતો.
Published On - 3:15 pm, Fri, 25 August 23