દીવના દરિયાકાંઠે જામ્યો બીચ ગેમ્સ 2024 નો માહોલ, પ્રવાસીઓએ ઉઠાવી પૂરી મોજ, જુઓ

|

Jan 10, 2024 | 7:24 PM

ગુજરાત નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના દરિયાકાંઠા પર બીચ ગેમ્સ રમાઈ રહી છે. ભારતમાં પ્રથમવાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ રમાઈ રહી છે અને જેને લઈ પ્રવાસન સ્થળ પર આવતા પ્રવાસીઓ અને રમતપ્રેમીઓનો ઉત્સાહ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા પર દેશભરમાંથી આવેલા રમતવીરો પોતાના કૌશલ્યને દર્શાવી રહ્યા છે.

દીવના દરિયાકાંઠે જામ્યો બીચ ગેમ્સ 2024 નો માહોલ, પ્રવાસીઓએ ઉઠાવી પૂરી મોજ, જુઓ
દીવમાં બીચ ગેમ્સનું આયોજન

Follow us on

ગુજરાતને અડકીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હાલમાં રમતનો માહોલ જામ્યો છે. આમ તો અત્યાર સુધી દરિયાકાંઠા પર પ્રવાસીઓ આવતા અને અહીંના પ્રદેશની સુંદરતાનો પુરો આનંદ ઉઠાવે છે. પરંતુ હાલના દિવસોમાં બીચ પર પ્રવાસીઓને સુંદર માહોલ જોવા મળી રહ્યો છે. અહીં રાષ્ટ્રીય બીચ ગેમ્સ રમાઈ રહી છે.

મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનો પ્રારંભ દેશના રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કરાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી રમતોને લઈ બીચ પર જબરદસ્ત માહોલ રમતોત્સવનો જામ્યો છે અને પ્રવાસીઓ પણ રમતોને નિહાળવાનો પુરો આનંદ ઉઠાવી રહ્યા છે.

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો
'ગૌરી મેમ'ના પ્રેમમાં પડ્યો 'ગબ્બર' શિખર ધવન, જુઓ ફોટો
જો તમે તરબૂચના બીજ ખાઓ છો તો શું થશે?
IPL 2025 : ટેટૂ પ્રેમી છે મુંબઈ ઈન્ડિયન્સનો આ ક્રિકેટર, જુઓ ફોટો
ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
લોકો કેમ ઘરની બહાર કે બાલ્કનીમાં કાળી પોલીથીન લટકાવી રહ્યા છે?

દીવના દરિયાકાંઠે રમતોત્સવ

બીચ ગેમ્સમાં દેશના અલગ અલગ રાજ્યમાં ખેલાડીઓ હિસ્સો લેવા માટે પહોંચ્યા છે. જ્યાં ખેલાડીઓ અલગ અલગ 8 જેટલી રમતોમાં હિસ્સો લઈ રહ્યા છે. આ માટે લગભગ 1400 જેટલા રમતવીરોએ ભાગ લીધો છે. આ રમતવીરોએ જુદી જુદી 215 મેચમાં પોતાનું કૌશલ્ય દરશાવ્યુ છે.

દેશના 28 રાજ્ય અને સંઘપ્રદેશના ખેલાડીઓ આ રમતોત્સવમાં જોડાયા છે. બીચ ગેમ્સને લઈ અલગ જ માહોલ જામ્યો છે. અહીં આવનારા પ્રવાસીઓને પણ બીચ પર ગેમ્સને જોઈને તેને માણવાનો અવસર પ્રાપ્ત થયો છે.

પ્રથમવાર યોજાઈ રહેલી બીચ ગેમ્સને શરુ કરાવતી વખતે દીવમાં યોજાયેલ કાર્યક્રમમાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યુ હતુ કે, પ્રવાસન માટે આ મહત્વનું આયોજન છે. બીચ ગેમ્સ દરિયાકાંઠાના વિસ્તારના પ્રવાસનને વેગ આપશે.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

હાલમાં લક્ષદ્વીપને લઈ માલદીવ ટૂર કેન્સલ કરવામાં આવી રહી છે. દેશના સુંદર દરિયા કિનારા તરફ હવે દેશના પ્રવાસીઓનું આકર્ષણ વધ્યુ છે. દેશના બોલીવુડ સ્ટાર અને રમગ ગમતના સ્ટાર ખેલાડીઓએ પણ દેશના સુંદર દરિયાકાંઠાની ટૂર પર ભાર મુક્યો છે. દીવનો દરિયાકાંઠો દેશના સુંદર દરિયાઈ પ્રવાસ વિસ્તારમાંથી એક છે. જેને સ્થાનિક પ્રશાસન દ્વારા સુંદર રીતે વિકસાવવામાં આવી રહ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:46 pm, Wed, 10 January 24