અમદાવાદ થી ધોની મુંબઈ પહોંચીને પોતાના ઘૂંટણની સમસ્યાને લઈ તેની મેડિકલ તપાસ કરાવી હોવાના સમાચાર આવી રહ્યા છે. IPL 2023 ચેમ્પિયન બન્યા બાદ ધોનીએ ઘૂંટણની સમસ્યાને લઈ યોગ્ય તપાસ કરવી જરુરી માની છે. આ માટે તે મુંબઈની હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેણે ટેસ્ટ કરાવ્યા હોવાનુ મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યુ છે. IPL 2023 દરમિયાન પણ ધોની ઘૂંટણની સમસ્યા અનુભવી રહ્યો હોવાનુ નજર આવી રહ્યુ હતુ. ચેપોકમાં તે મેચ બાદ આવી સ્થિતીમાં નજર આવ્યો હતો અને ચર્ચા શરુ થઈ હતી.
ધોની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5મી વાર IPL ટાઈટલ જીત્યુ છે. ચેન્નાઈ પાંચમી વાર ચેમ્પિયન બનીને મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. ટીમને પાંચમી વાર ચેમ્પિયન બનાવવા માટે ધોનીએ ઘૂંટણની પીડા સહન કરીને મેદાનમાં મજબૂત ઈરાદો બતાવ્યો હતો. પરંતુ હવે ટ્રોફી જીતી લીધા બાદ મહેન્દ્રસિંહ ધોની અમદાવાદથી મુંબઈ હોસ્પિટલ પહોંચ્યો છે. જ્યાં તેણે પોતાના ઘૂંટણની તપાસ કરાવી છે.
ચેન્નાઈ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ધોનીની ઘૂંટણની સમસ્યા નજરમાં આવી હતી. 12 એપ્રિલે આ મેચ રમાઈ હતી. ધોનીને ઘૂંટણની ઈજા પ્રથમ મેચમાં જ થઈ હતી. જેના બાદ ચેન્નાઈ સુપક કિંગ્સના હેડ કોચ અને બેટિંગ કોચે પણ નિવેદન આપ્યુ હતુ અને તેની ઈજાની વાત સ્પષ્ટ થઈ હતી. કોચ સ્ટીફન ફ્લેમિંગ અને બેટિંગ કોચ માઈક હસીએ આ અંગે નિવેદન કર્યુ હતુ.
હાલમાં જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, એ મુજબ ધોની મુંબઈમાં કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તે સારવાર માટે પહોંચ્યો હતો અને જ્યાં તેને સારવા માટે દાખલ પણ કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, ધોનીએ ઘૂંટણની ઈજા કેવી અને કેટલી ગંભીર છે આ માટે આ સપ્તાહે કેટલાક રિપોર્ટ્સ થઈ શકે છે. જોકે આ અંગે અધિકારીક રીતે નિવેદન સામે આવ્યુ નથી.
IPL 2023 દરમિયાન એવા કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા. જેના દ્વારા ધોની ઘૂંટણની ઈજાથી પીડા અનુભવી રહ્યો છે એ નજર આવી રહ્યુ હતુ. ધોની રન લેવા માટે દોડતો હતો, ત્યારે પણ મુશ્કેલી લાગી રહી હાવોની ચર્ચા પણ બની હતી. કદાચ આ સમસ્યાને લઈને જ તે બેટિંગ કરવા માટે અંતમાં ક્રિઝ પર ઉતરી રહ્યો હતો.
Published On - 10:18 am, Wed, 31 May 23