T20 World Cup 2021 ના ‘સિક્સર કિંગ’ ! ઓમાનનો ખેલાડી પણ લિસ્ટમાં સામેલ, ભારતમાંથી કોઈ ખેલાડી નહીં

|

Nov 01, 2021 | 2:31 PM

T20 વર્લ્ડ કપ 2021માં આ બેટ્સમેનોએ અત્યાર સુધી હંગામો મચાવ્યો છે અને પોતાના બેટથી ઘણી સિક્સર ફટકારી છે.

1 / 5
T20 ફોર્મેટમાં બેટ્સમેનો વધુમાં વધુ રન મેળવવાનો પ્રયાસ કરતા રહે છે અને તેથી જ સિક્સરોનો ધમધમાટ છે. આ સમયે ICC T20 વર્લ્ડ કપ પણ રમાઈ રહ્યો છે. તેમાં પણ એવું જ છે. બેટ્સમેન વધુને વધુ રન બનાવી રહ્યા છે અને તેઓ વધુમાં વધુ સિક્સર ફટકારીને ટીમના ખાતામાં વધુને વધુ રન ઉમેરવાનો પ્રયાસ કરે છે. અમે તમને એવા બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે મેચના અલગ-અલગ ભાગમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે.

2 / 5
જો આપણે T20 વર્લ્ડ કપ-2021માં પાવરપ્લેની વાત કરીએ તો ચાર બેટ્સમેન એવા છે જેમણે પ્રથમ છ ઓવરમાં ચાર સિક્સર ફટકારી છે, જે સૌથી વધુ છે. આ બેટ્સમેનોમાં સ્કોટલેન્ડના જ્યોર્જ મુનસે, વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસ, અફઘાનિસ્તાનના હઝરતુલ્લા જાઝાઈ અને ઈંગ્લેન્ડના જોસ બટલરનો સમાવેશ થાય છે.

3 / 5

4 / 5
જ્યારે છેલ્લી ઓવરોની વાત કરવામાં આવે તો અહીં પાકિસ્તાનનો આસિફ અલી ટોપ પર છે. તેણે ડેથ ઓવરોમાં સાત સિક્સર ફટકારી છે. જેમાં અફઘાનિસ્તાન સામેની 19મી ઓવરમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ, બાંગ્લાદેશના મહમુદુલ્લાએ ડેથ ઓવરોમાં પાંચ સિક્સર અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરને ચાર સિક્સર ફટકારી છે.

5 / 5
ઓવરઓલ વાત કરીએ તો ડેવિડ વિજે ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં સૌથી આગળ છે. તેણે આઠ સિક્સર ફટકારી છે. તેના પછી એવિન લુઈસ, શ્રીલંકાના ચરિથા અસલંકા અને આસિફ અલીનો નંબર આવે છે.

Published On - 2:30 pm, Mon, 1 November 21

Next Photo Gallery