ટી20 વર્લ્ડકપ રમવા મહેન્દ્રસિંહ ધોનીને વડાપ્રધાન મોદી કહી શકે છેઃ શોએબ અખ્તર

રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવુ છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડકપ રમશે. ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહેન્દ્રસિંહ ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે અનુરોધ કરશે તેમ શોએબ અખ્તરનું કહેવુ છે. ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા જે રીતે સ્ટાર ક્રિકેટરોનું સન્માન […]

ટી20 વર્લ્ડકપ રમવા મહેન્દ્રસિંહ ધોનીને વડાપ્રધાન મોદી કહી શકે છેઃ શોએબ અખ્તર
| Updated on: Sep 20, 2020 | 10:01 PM

રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવુ છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડકપ રમશે. ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહેન્દ્રસિંહ ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે અનુરોધ કરશે તેમ શોએબ અખ્તરનું કહેવુ છે.
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા જે રીતે સ્ટાર ક્રિકેટરોનું સન્માન કરવામાં આવે છે, તેમને માન આપવામાં આવે છે તે જોતા, ધોનીને ટી20 વર્લ્ડ કપ જરૂરથી રમાડવામાં આવશે તેમ શોએબ અખ્તરનું કહેવુ છે. મીડિયા રીપોર્ટ અનુસાર, શોએબ અખ્તરનુ એવુ કહેવુ છે કે, કશુ કહી ના શકાય.


ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ મહેન્દ્રસિંહ ધોનીને ફોન કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ક્ષેત્રસંન્યાસ ત્યજી શકે છે. જેવી રીતે ઈમરાનખાને નિવૃતિ જાહેર કર્યા બાદ જનરલ ઝીયા ઉલ્લ હક્કના કહેવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈમરાનખાન પરત ફર્યા હતા એ રીતે. મહેન્દ્રસિંહ ધોનીએ ભારત વતી ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં આઈસીસીની ટ્રોફી જીતી બતાવી છે. મહેન્દ્રસિંહ ધોનીને એક શાનદાર નિવૃતિ મેચ મળવી જોઈએ. ભારત આવી મેચ યોજવા તૈયાર જ હશે પરંતુ જો મહેન્દ્રસિંહ ધોની નહી ઈચ્છતા હોય તો નહી થાય. બાકી ભારતમાં જે રીતે ક્રિકેટરને માન અને સન્માન મળે છે તે જોતા ધોની માટે નિવૃતિ મેચ યોજાઈ શકે છે. જે રીતે રાંચીથી એક ખેલાડી આવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમાં ઝળક્યો અને અને જોતજોતામાં સમગ્ર વિશ્વમાં જાણીતો બની ગયો છે ધોની. હવે ધોનીને તેના માન અને સન્માન મુજબ નિવૃતિ મેચ યોજવા ભારત હંમેશા તૈયાર હશે તેમ શોએબ અખ્તરનું કહેવું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 12:49 pm, Wed, 19 August 20