જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?

|

Aug 08, 2021 | 4:25 PM

ચોપરાએ તેમની સફળતાનો શ્રેય તેના બાળપણના કોચ જયવીર ચૌધરીને પણ આપ્યો હતો. જયવીરે જ તેમને પાણીપતના શિવાજી સ્ટેડિયમમાં ભાલા ફેંકમાં જોડાવા કહ્યું હતું

જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?
Neeraj Chopra

Follow us on

ઓલિમ્પિક ગેમ્સમાં (Olympics) ગોલ્ડ મેડલ જીતવાનું દરેક રમતવીરનું સ્વપ્ન હોય છે. ભારતમાં તે બહુ ઓછુ થયુ છે. સિંગલ્સ ઇવેન્ટમાં માત્ર બે વાર. નીરજ ચોપરા (Neeraj Chopra) આવું કરનાર બીજા ભારતીય છે. તેમણે ટોક્યો ઓલિમ્પિક -2020માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.  પોતાના પ્રથમ ઓલિમ્પિકમાં નીરજે તે સપનું પૂરું કર્યું જે સારા ખેલાડીઓ પૂરા કરી શક્યા નથી.

નીરજ જાણે છે કે આનુ મહત્વ શું છે પરંતુ તેઓ અહીં જ રોકાવા માંગતા નથી. ચોક્કસપણે તે પેરિસમાં ઓલિમ્પિક રમતોમાં આ ટાઇટલનો બચાવ કરવા માંગશે અને તેના માટે તે જાણે છે કે શું કરવાનુ છે.  તેથી નીરજે પોતાનું આગામી લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું છે કે તેમનું આગામી લક્ષ્ય આગામી સ્પર્ધાઓમાં 90 મીટર જેવલીન ફેંકવાનું છે.

ઓલિમ્પિકમાં ભારતના બીજા વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા નીરજે શનિવારે જ ગેમ્સ રેકોર્ડ (90.57 મીટર) તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેએ ત્યાં સુધી પહોંચી શક્યા નહીં  ચોપરાએ તેના ઐતિહાસિક પ્રદર્શન બાદ કહ્યું હતું કે, “જેવેલિન થ્રો એક ટેક્નીકલ સ્પર્ધા છે અને ઘણું બધું દિવસ પર આધાર રાખે છે. તેથી મારું આગળનું લક્ષ્ય 90 મીટરનું અંતર કાપવાનું છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

મેં આ વર્ષે માત્ર ઓલિમ્પિક પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે જ્યારે મેં ગોલ્ડ મેડલ જીત્યો છે, હું ભવિષ્યની સ્પર્ધાઓ માટે આયોજન કરીશ ભારત પરત ફર્યા પછી, હું આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિદેશના વિઝા મેળવવાનો પ્રયત્ન કરીશ.

ઓલિમ્પિકનું નહોતુ કોઇ દબાણ 

હરિયાણાના પાણીપતના ખંદ્રા ગામના રહેવાસી 23 વર્ષીય નીરજે કહ્યું કે તે કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ નહોતા અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દરમિયાન જે કામ કરતા હતા તેવુ જ કરતા હતા.  “કોઈ દબાણ નહોતું અને હું અન્ય કાર્યક્રમોની જેમ તેમાં (ઓલિમ્પિક) ભાગ લઈ રહ્યો હતો. એવું હતું કે હું પહેલા પણ આ એથ્લીટ સામે પહેલા ભાગ લઇ ચૂક્યો છું અને ચિંતા કરવાની કોઈ વાત નથી આનાથી હું મારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો. તેણે મને ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી.

ઓલિમ્પિક પહેલા અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં લીધો ભાગ 

હા, હું વિચારી રહ્યો હતો કે ભારતે અત્યાર સુધી  એથ્લેટિક્સમાં મેડલ જીત્યો નથી પરંતુ એક વખત મારા હાથમાં ભાલો આવ્યો તો  આ બાબતો મારા ધ્યાનમાં ન આવી.     ચોપરાએ ઓલિમ્પિક પહેલા ત્રણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, પરંતુ માત્ર એકમાં જ ઉચ્ચ કક્ષાના રમતવીરો સામેલ હતા. તેણે કહ્યું, “સૌથી મહત્વની વાત એ છે કે મને ઓલિમ્પિક પહેલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળી.

મેં TOPS, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) ને કેટલીક સ્પર્ધાઓ ગોઠવવા કહ્યું.  તેમણે આ કર્યું જેના કારણે હું આજે અહીં છું. મને મળેલ તમામ સુવિધાઓ માટે હું SAI, AFI અને TOPS નો આભારી છું

આવી રીતે કર્યો કમાલ 

ચોપરાને પૂછવામાં આવ્યું કે તે તેના પ્રથમ બે પ્રયાસોમાં લાંબા અંતર સુધી ભાલો ફેંકવામાં કેવી રીતે સફળ થયા, ચોપરાએ કહ્યું, “જો પ્રથમ થ્રો સારી રીતે જાય તો તે દબાણ દૂર કરે છે.  એવુ થયું બીજો થ્રો પણ ખૂબ સારો હતો. બંને વખતે ભાલો ફેંકતી વખતે મને લાગી ગયુ હતુ કે આ દૂર સુધી જશે. જેના કારણે બીજા એથ્લીટ પર દબાવ બનશે.

બાળપણના કૉચને પણ આપ્યો સફળતાનો શ્રેય 

ચોપરાએ તેમની સફળતાનો શ્રેય તેના બાળપણના કોચ જયવીર ચૌધરીને પણ આપ્યો હતો. જયવીરે જ તેમને પાણીપતના શિવાજી સ્ટેડિયમમાં ભાલા ફેંકમાં જોડાવા કહ્યું હતું. ‘મેં જયવીર સાથે શરૂઆત કરી હતી. તેમણે મને ખૂબ મદદ કરી જ્યારે મને ભાલા ફેંક વિશે કંઈ ખબર ન હતી ત્યારે તેમણે મારી બહુ મદદ કરી.
તે હવે રાષ્ટ્રીય શિબિરમાં તાલીમ આપી રહ્યા છે. તે અત્યંત સમર્પિત છે. જયવીર સાથે પ્રેક્ટિસ કર્યા પછી મારી મૂળ ટેક્નીકમાં ઘણો સુધારો થયો

 

આ પણ વાંચો :Neeraj Chopra ના ગોલ્ડ પર ઝુમી ઉઠ્યા દિગ્ગજ ક્રિકેટરો, ગીત ગાયુ અને ઠુમકા પણ લગાવ્યા, જુઓ

આ પણ વાંચોTokyo Olympics 2020 : Neeraj Chopra એ રચ્યો ઇતિહાસ, કરોડો ભારતીયો માટે ગર્વની એ ક્ષણ જેમાં ભારતના નામે થયો ગોલ્ડ

 

 

 

 

Next Article