IPL 2020: બ્રેટ લીને ફેન્સનાં સવાલ, કોણ છે દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન?, બ્રેટ લીએ મુંબઈ ઈન્ડિયન્સનાં આ ખેલાડીનું આપ્યું નામ

|

Sep 18, 2020 | 3:24 PM

IPL 2020 શરૂ થવાને આડે ગણતરીનાં કલાકો રહ્યા છે. તેવામાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ઓપનીંગ મેચ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માને લઈ ભવિષ્યવાણી કરી દીધી છે. પ્રથમ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને પાછલા વર્ષની રનર અપ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમ સૌથી વધારે સફળ છે. બ્રેટ લી […]

IPL 2020: બ્રેટ લીને ફેન્સનાં સવાલ, કોણ છે દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન?, બ્રેટ લીએ મુંબઈ ઈન્ડિયન્સનાં આ ખેલાડીનું આપ્યું નામ

Follow us on

IPL 2020 શરૂ થવાને આડે ગણતરીનાં કલાકો રહ્યા છે. તેવામાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ઓપનીંગ મેચ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માને લઈ ભવિષ્યવાણી કરી દીધી છે. પ્રથમ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને પાછલા વર્ષની રનર અપ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમ સૌથી વધારે સફળ છે.

બ્રેટ લી હમણાં બ્રોડકાસ્ટીંગ ટીમનો હિસ્સો છે. સવાલ જવાબ સેશન દરમિયાન જ્યારે એક ફેન દ્વારા તેને સવાલ પુછવામાં આવ્યો કે હાલમાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન તમે કોને માનો છો? ત્યારે લી એ જવાબ આપ્યો કે ટીમ ઈન્ડિયાનો એપનર બેટ્સમેન રોહિત શર્મા.

લી પોતાની IPL કેરિયરમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમી ચુક્યા છે. રોહિત શર્માની બેટીંગનાં વખાણ કરતા તેમણે કહ્યું કે આ સિઝન રોહિત માટે કદાચ સૌથી મોટી સિઝન સાબિત થઈ શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બ્રેટ લી એ સ્ટાર સ્પોર્ટસનાં શોમાં કહ્યું કે રોહિત શર્મા માટે હાલમાં જરૂરી છે મુંબઈ ઈન્ડિયન્સ માટે રન બનાવવા. એક કેપ્ટન તરીકે રોહિત શર્મા સારો લીડર તો છે જ પણ તેણે ટુર્નામેન્ટમાં પોતાને સાબિત કરવો પડશે. તેમણે રન બનાવવા પડશે કેમકે બાકીનું કામ તો ટીમનાં બીજા ખેલાડી સંભાળી શકે છે.

IPL ઈતિહાસમાં રોહિત શર્મા ત્રીજા સૌથી વધારે રન બનાવવા વાળા બેટ્સમેન છે. તેમણે 188 મેચમાં કુલ 4898 રન બનાવ્યા છે, જ્યાં તેમની એવરેજ 31.60 ટકા રહી. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 130.82નો રહ્યો છે. રોહિતે કુલ 194 છગ્ગા પણ માર્યા છે જે આઈપીએલમાં ધોની પછી બીજા કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા મારવામાં આવેલા છગ્ગા છે.

અગાઉ રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવી ચુક્યું છે કે ટૂર્નામેન્ટ અમે પુરી પ્લાનિંગ સાથે રમીશું કેમકે ટીમનાં ઘણાં ખેલાડી એવા છે કે જે પહેલી વાર દુબઈમાં રમી રહ્યા છે જેથી તેમના માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. જો કે આખી ટીમ અગર પ્લાનિંગ સારી રીતે કરે છે તો જરૂર સફળ થઈશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article