Breaking news : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં મહિલા ક્રિકેટ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની ક્રિકેટ ટીમને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

Breaking news : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
| Updated on: Sep 25, 2023 | 3:41 PM

એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) મહિલા ક્રિકેટ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 116 રન જ બનાવી શકી હતી. આ પછી બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 97 રનના સ્કોર પર રોકીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. 18 વર્ષના તિતાસ સાધુએ ભારત તરફથી બોલિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

 

એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ

ભારતની દીકરીઓએ ચીનના મેદાનમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ બીજો ગોલ્ડ જીત્યો છે. આ પહેલા ભારતે શૂટિંગમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો.

આ પણ વાંચો : Breaking News Asian Games 2023 : ભારતે શૂટિંગમાં વિશ્વ વિક્રમ રચીને જીત્યો ગોલ્ડ મેડલ

ભારતને ગોલ્ડ, શ્રીલંકાને સિલ્વર

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો તો શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

 

ગોલ્ડ મેડલ મેચની સંપૂર્ણ સ્ટોરી

એશિયન ગેમ્સ 2023ની ફાઇનલ મેચ એટલે કે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય મહિલાઓએ 20 ઓવરમાં 7 વિકેટે 116 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. અને જેમિમાના બેટમાંથી 42 રન આવ્યા હતા.

19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા

19મી એશિયન ગેમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. પહેલા શૂટિંગ પુરૂષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, રુદ્રંક પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા છે

પ્રથમ દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને શૂટિંગ અને રોઇંગમાં મેડલ જીત્યા. શૂટિંગમાં ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રોઇંગમાં પણ ભારતે મેન્સ લાઇટ વેઇટ ડબલ્સ સ્કલ્સ અને મેન્સ 8 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે રોઈંગમાં ભારતના બાબુ યાદવ અને લેખા રામે પુરુષોની જોડીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 2:49 pm, Mon, 25 September 23