વાત આવે ક્રિકેટની તો ભારતીય મહિલા ટીમ પણ પુરુષ ક્રિકેટ ટીમ કરતા કાંઈ ઓછી નથી, 24 ડિસેમ્બર 2023ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ટેસ્ટ ક્રિકેટમાં હાર આપી છે. 46 વર્ષથી ભારતીય ક્રિકેટ આ વાતની રાહ જોઈ રહ્યું હતુ. પુરુષ ટીમતો આ કામ કરવામાં સફળ રહી હતી પરંતુ આ પહેલી વખત છે જ્યારે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની જીત થઈ છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ 8 વિકેટે જીતી લીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે આ ઐતિહાસિક સફળતા મેળવી છે.
A complete team performance. Aus did put Ind under pressure a few times in the Test but someone always put their hand up and helped team wrestle back control. Well played Team India, great effort to beat both Eng and Aus Women’s cricket is picking up big time #INDvAUS pic.twitter.com/OBZ4uJiRVJ
— Wasim Jaffer (@WasimJaffer14) December 24, 2023
તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષ 1977થી જ ટેસ્ટ ક્રિકેટ રમવાની શરુ થઈ હતી. બંન્ને દેશો વચ્ચે ટેસ્ટ મેચ વધુ સંખ્યામાં રમાય નથી. 1977થી એટલે કે, 46 વર્ષમાં માત્ર 12 ટેસ્ટ મેચ બંન્ને ટીમ વચ્ચે રમાઈ છે. જેમાં ભારતે હવે જીત મેળવી છે. આ પહેલા રમાયેલી 11 ટેસ્ટ મેચમાં 4 ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે જીતી હતી જ્યારે 6 મેચ ડ્રો રહી હતી.તેમાંથી એકમાં ભારતે જીત મેળવી છે
મુંબઈ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિગ્સ 261 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્રીજા દિવસે સ્કોર 28 રન જ કરી શકી હતી અને 5 વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય મહિલા ટીમને જીત માટે 75 રનનો લક્ષ્ય મળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટે આ ઐતિહાસિક જીત 2 વિકેટ ગુમાવી મેળવી લીધી છે. પહેલી ઈનિગ્સમાં 74 રનમાં આઉટ થનારી સ્મૃતિ માંધના બીજી ઈનિગ્સમાં 38 રન બનાવી અણનમ રહી હતી. તેમણે ટીમને જીત અપવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચો : નવું રેસલિંગ એસોસિએશન રદ્દ, WFI પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ
Published On - 1:15 pm, Sun, 24 December 23