Tokyo Olympics: ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ, આશા સમાપ્ત

|

Jul 31, 2021 | 7:02 PM

પૂજા રાની પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં હિસ્સો લઇ રહી હતી. તે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. તેણે મેડલ પાક્કો કરવા માટે આ મેચમાં જીતની જરુર હતી.

સમાચાર સાંભળો
Tokyo Olympics: ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ, આશા સમાપ્ત
Pooja-Rani-Tokyo-2020

Follow us on

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં ભારતની બોક્સિંગમાં રહેલી આશાઓને ઝટકો લાગી ચુક્યો છે. મહિલાઓની મિડિલવેટમાં ભારતની પૂજા રાની (Pooja Rani)ને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બોક્સિંગમાં બીજો મેડલની આશાઓ ધૂંધળી બની ગઇ છે. 75 કીલો વર્ગમાં પોતાનાથી ખૂબ જ મજબૂત ચીનની બોક્સર લી કિયાન (Li Qian) નો સામનો કરી ચુકેલી પૂજાએ પુરો દમ દર્શાવ્યો હતો. જોકે ચીની બોક્સરનો અનુભવ પૂજા પર ભારે પડ્યો હતો. તેણે એક તરફી ટક્કરમાં પૂજાને 5-0 થી હાર આપી હતી. પૂજાએ મેડલ પાક્કો કરવા માટે આ મેચ જીતવી જરુરી હતી.

પ્રથમ વખત ઓલિમ્પિકમાં હિસ્સો લઇ રહેલી 30 વર્ષીય પૂજા રાની એ ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ચીનની લી કિયાન સામે આક્રમક શરુઆત કરી હતી. શરુઆતના પ્રથમ રાઉન્ડમાં કેટલાક સારા પંચ લગાવવામાં સફળતા મેળવી હતી. પરંતુ તે નંબર બે ક્રમાંક પર રહેલી લી કિયાન ના મુક્કાઓમાં વધારે સારી સટીકતા અને ધાર હતી. જેને લઇને પહેલા રાઉન્ડમાં જ તમામ પાંચેય જજોએ તેને 10-10 પોઇન્ટ આપ્યા હતા. જ્યારે પૂજાને 9-9 પોઇન્ટ મળ્યા હતા.

બીજા અને ત્રીજા રાઉન્ડમાં પૂરી રીતે હાવી રહી કિયાન

પ્રથમ રાઉન્ડમાં દર્શાવેલા દબદબાને કિયાને બીજા રાઉન્ડમાં વધારે ઘાતક રમતમાં બદલી દીધો હતો. કેટલીક તકો પર તો એક સાથે અનેક મુક્કાઓ વરસાવી દીધા હતા. કિયાન નો મજબૂત ઓલરાઉન્ડ દેખાવ અને પૂજા રાનીને નબળો ડિફેન્સ ભારે પડ્યો હતો. બીજા રાઉન્ડમાં પણ નિર્ણય કિયાનના પક્ષમાં 10-9 થી રહ્યો હતો. અંતિમ રાઉન્ડમાં પૂજાની પાસે પરત ફરવાનો મોકો નહોતો રહ્યો. રિયો ઓલિમ્પિક 2016 ની સિલ્વર મેડલિસ્ટ લી કિયાને એક તરફી અંદાજમાં 5-0 થી પૂજાને હરાવીને સેમીફાઇનલમાં પોતાનુ સ્થાન મેળવી લીધુ હતુ. સાથે જ તેણે મેડલ પણ પાક્કો કરી લીધો હતો.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

હવે ફક્ત 2 બોક્સર બાકી

બોક્સિંગમાં ભારતને આજે બીજી નિરાશા મળી છે. જેમાં પ્રથમ સવારે નંબર એક બોક્સર અને મેડલ માટે ભારત તરફ થી સૌથી વધારે આશા મનાતા અમિત પંઘાલને ફ્લાઇવેટ (52 કિલો)માં અંતિમ 16માં 1-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાના ઓલિમ્પિક ડેબ્યૂ પર પંઘાલને શરુઆતના રાઉન્ડમાં બાઇ મળ્યુ હતુ. જેના કારણે તેમની આ પ્રથમ ટક્કર હતી, જેમાં તે મેડલ રાઉન્ડ સુધી પહોચવા થી ચુકી ગયો હતો. ભારત માટે બોક્સિંગમાં લવલિના બોરગોહેન એ એક મેડલ પાક્કો કરી લીધો હતો. અને તે સેમિફાઇનલમાં ઉતરશે. તેમ જ પુરુષોમાં સતિષ કુમાર થી આશાઓ છે. જે રવિવારે 1 ઓગષ્ટે ક્વાર્ટર ફાઇનલમાં ઉતરશે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ની ચીની તાઇપે સામે સેમીફાઇનલમાં હાર

આ પણ વાંચોઃ Cricket: શ્રીલંકાના ત્રણ ખેલાડીઓને ઈંગ્લેન્ડમાં મોજ કરવી ભારે પડી, 1 વર્ષનો પ્રતિબંધ અને 1-1 કરોડ દં

Published On - 4:02 pm, Sat, 31 July 21

Next Article