ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) ને ટોક્યો ઓલિમ્પિકમાં હાર મળી છે. શનિવારે તે વિશ્વ ચેમ્પિયન સિંધુને મહિલા સિંગલ વર્ગની બીજી સેમીફાઇનલમાં તેની ટક્કર ચીની તાઇપે તાઇ ત્જૂ યિંગ (Tai Tzu Ying)સામે થઇ હતી. જેમાં તે સીધી રમતમાં હારી ગઇ હતી. વિશ્વ નંબર 1 ચીની તાઇપે ખેલાડીએ આ મેચની આકરી ટક્કરમાં 21-18 અને 21-12 થી સિંધુને હરાવી હતી.
ફાઇનલમાં તાઇ ત્જૂનો સામનો ચીનની ચેન યૂ ફેઇ સામે થશે. જ્યારે સિંધુ હવે કાંસ્ય પદક માટે મેચ રમશે. જ્યા તેનો સામનો ચીનની કી હી બિંગજિયાઓ સામે થશે. આ પહેલા સિંધુ રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ જીતી ચુકી છે.
સિંધુએ આ મેચમાં ખૂબ જ આકરી ટક્કર આપી હતી. બંને વચ્ચે આ મેચ ખૂબ જ રોમાંચક અને આકરી રહી હતી. જોકે શરુઆતી સફળતા બાદ સિંધુ ચીની તાઇપેની ખેલાડીની રણનિતીમાં ફસાતી ચાલી હતી. ચીની તાઇપેની ખેલાડીએ કોર્ટ પર સિંધુને ખૂબ થકવી હચી અને પોતાના ડિસ્પેશન દ્વારા તેની સામે પોઇન્ટ મેળવ્યા હતા.
સિંધુ ફક્ત પ્રથમ ગેમની શરુઆતની પળોમાં જ તાઇ ત્જૂ પર હાવી થઇ શકી હતી. પરંતુ ત્યાર બાદ ચીની તાઇપેની ખેલાડી સિંધુની રણનિતીનો સારી રીતે જવાબ આપ્યો હતો. અને લય હાંસલ કરી હતી. સિંધુને ભૂલો કરાવી અને હાર માટે મજબૂર કરી હતી.
આ ટક્કરમાં પહેલા તી જ તાઇ ત્જૂનુ પલડુ સિંધુ પર ભારે રહ્યુ હતુ. જ્યારે 13-5 થી સિંધુ પર ભારે હતી. પહેલી ગેમમાં શરુઆતની પળોમાં સિંધુ પોતાના વિપક્ષી પર હાવી રહી હતી. પરંતુ બ્રેક બાદ તાઇ ત્જૂએ ગજબ ની રમત દર્શાવી હતી. તેણે પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી. તાઇ ત્જૂએ દમદાર શરુઆત કરતા સતત બે અંક મેળવ્યા હતા. સિંધુ એ ત્યારબાદ 5-2 થી લીડ મેળવી હતી.
આ દરમ્યાન તાઇ ત્જૂ એ કેટલાક અંક મેળવ્યા હતા, જોકે તેમાં મોટાભાગના પોઇન્ટ સિંધુની ભુલના કારણે હતા. કેટલાક સારા શોટ પણ તાઇ ત્જૂ એ લગાવ્યા હતા. જેની પર સિંધુ પરેશાન જોવા મળી હતી. તેના આ શોટ અંકોના અંતરને વધારવા માટે સફળ રહ્યા. ચીની તાઇપેની ખેલાડીએ સ્કોર 8-10 કરી લીધો હતો. પરંતુ સિંધુએ ફરી થી ચતુરાઇ પૂર્વક એક અંક લઇને બ્રેક સુધીમાં 11-8 ની લીડ મેળવી લીધી હતી.
બ્રેક થી પરત ફરવા બાદ તાઇ ત્જૂ એ સ્કોર 11 થી બરાબર કરી લીધો હતો. અહી થી બંને વચ્ચે ગજબ ટક્કર શરુ થઇ હતી. એક ખેલાડી આગળ તો બીજી તરત બરાબરી કરી લેતી હતી. સ્કોર 12-12, 13-13, 14-14 બાદ સિંધુ એ 16-14 થી લીડ લઇ આગળ નિકળવા કોશિષ કરી હતી. જોકે ચીની તાઇપેની ખેલાડી એ બે અંક મેળવીને સ્કોર બરાબર કરી દીધો હતો. સ્કોર 18-18 થી બરાબર રહ્યો હતો. આમ ફરી અહી થી તાઇ ત્જૂ એ લગાતાર ત્રણ પોઇન્ટ લઇને પ્રથમ ગેમ પોતાના નામે કરી દીધી હતી.
બીજી ગેમમાં તાઈ ત્જૂ એ પ્રથમ પોઈન્ટ મેળવ્યો. મેચ પ્રથમ ગેમની જેમ ટક્કર વાળી બની રહી હતી. પરંતુ સિંધુ જોકે તાઈ ત્જૂ ની વ્યૂહરચનામાં ક્યાંક અટવાયેલી જણાતી હતી. ટૂંક સમયમાં તાઈ ત્જૂ 8-5 થી આગળ થઇ હતી. બીજી ગેમમાં તાઈ ત્જૂ એ 11-7 ની લીડ મેળવી હતી. બીજી ગેમમાં, તાઈ ત્જૂ એ પોતાના વેરિયન્સનો શાનદાર ઉપયોગ કર્યો હતો. સિંધુ પર દબાણ બનાવી પોઇન્ટ મેળવ્યા હતા. અહી થી જ ત્જૂ એ સિંઘુ એ વાપસીનો મોકો નથી મળ્યો અને આ ગેમ સરળતા થી પોતાના નામે કરતા ફાઇનલમાં સ્થાન બનાવ્યુ છે.
Published On - 4:45 pm, Sat, 31 July 21