Tokyo Paralympics 2020 : ભારતને મળ્યો વધુ એક મેડલ, નિશાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 (Tokyo Paralympics 2020) માં ભારતનો આ બીજો મેડલ છે. નિષાદ પહેલા ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

Tokyo Paralympics 2020 : ભારતને મળ્યો વધુ એક મેડલ, નિશાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો
Nishad Kumar
| Edited By: | Updated on: Aug 29, 2021 | 7:43 PM

ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 (Tokyo Paralympics 2020) માં ભારતને વધુ એક મેડલ આવ્યો છે. હાઈ જમ્પ ખેલાડી નિશાદ કુમારે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. નિશાદ કુમારે પુરુષો માટે T47 હાઈ જમ્પમાં ભારત માટે મેડલ જીત્યો છે. નિષાદે 2.06 મીટરની છલાંગ લગાવી હતી. તેણે બીજા પ્રયાસમાં આ છલાંગ લગાવી હતી. આ જમ્પ સાથે તેણે એશિયન રેકોર્ડની બરાબરી કરી છે. આ રમતોમાં ભારતનો આ બીજો મેડલ છે.

નિષાદ પહેલા ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે પણ સિલ્વર મેડલ જીત્યો હતો.અમેરિકાની ટાઉનસેન્ડ રોડરીકે 2.15 મીટરની વર્લ્ડ રેકોર્ડ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્રીજા સ્થાને અમેરિકાના વેસે ડલ્લાસ પણ હતા, જેમણે 2.06 મીટર કૂદકો માર્યો હતો.

 

જણાવી દઈએ કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર નિશાદ કુમાર મૂળ હિમાચલ પ્રદેશના ઉનાના છે. પેરાલિમ્પિક રમતોની શરૂઆત પહેલા તેણે બેંગ્લોરમાં કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી સખત મહેનત કરી. આ મહત્વની મેચ પહેલા તેમના ગામમાં તેમના માટે સતત પ્રાર્થના કરવામાં આવી રહી હતી. આ મેડલ મળતા ગામમાં ખુશીનો માહોલ છે.

વડાપ્રધાન મોદીએ  નિષાદ કુમારની જીતને લઈને ટ્વીટ કર્યું છે.  વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ટોક્યોથી વધુ એક ખુશખબર! નિષાદ કુમારને પુરુષોની હાઈ જમ્પ T47 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને હું અત્યંત ખુશ છું. તે ઉત્તમ કુશળતા ધરાવતો તેજસ્વી રમતવીર છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. ”

નિશાદ કુમાર 2.09 મીટરની છલાંગ સાથે T47 કેટેગરીમાં બીજા સ્થાને રહ્યો. નિષાદે આ વર્ષે દુબઈમાં યોજાયેલી ફઝા વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં હાઈ જમ્પ T47 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : મહિલાને એક 5 સ્ટાર હોટેલમાં મળ્યું એવું ફૂડ કે જેની કિંમત જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

આ પણ વાંચો :Nagarjuna Net Worth : કરોડોની સંપત્તિનો માલિક છે સાઉથનો સ્ટાર નાગાર્જુન, લક્ઝરી કારના છે શોખીન

Published On - 5:24 pm, Sun, 29 August 21