વિશ્વ કપની ડેબ્યૂ મેચમાં જ આ ભારતીય બોલરે જે કામ કર્યુ તેને લઈને થઈ રહી છે ‘વાહ વાહ’

|

Jun 17, 2019 | 2:19 AM

ICC વિશ્વ કપ-2019ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની સામે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે (Vijay Shankar) એક કમાલ કરી દીધી છે. વિશ્વ કપની તેમની ડેબ્યૂ મેચમાં વિજય શંકરે (Vijay Shankar) પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. વિજય શંકરે (Vijay Shankar) તેમના કરિયરનો પ્રથમ શિકાર ઈમામ ઉલ હક(Imam Ul Haq)ને LBW કરીને બનાવ્યો હતો. ભારત તરફથી 5મી […]

વિશ્વ કપની ડેબ્યૂ મેચમાં જ આ ભારતીય બોલરે જે કામ કર્યુ તેને લઈને થઈ રહી છે વાહ વાહ

Follow us on

ICC વિશ્વ કપ-2019ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની સામે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે (Vijay Shankar) એક કમાલ કરી દીધી છે. વિશ્વ કપની તેમની ડેબ્યૂ મેચમાં વિજય શંકરે (Vijay Shankar) પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. વિજય શંકરે (Vijay Shankar) તેમના કરિયરનો પ્રથમ શિકાર ઈમામ ઉલ હક(Imam Ul Haq)ને LBW કરીને બનાવ્યો હતો.

ભારત તરફથી 5મી ઓવર ભૂવનેશ્વર કુમાર(Bhuvneshwar Kumar) નાખી રહ્યાં હતા. આ ઓવરમાં ભૂવનેશ્વર કુમારે 4 બોલ નાખ્યા હતા, ત્યારે તેમના પગમાં ઈજા થતાં તે મેદાનની બાહર નીકળી ગયા. આ ઓવરના 2 બોલ નાખવા માટે કેપ્ટન કોહલી(Virat Kohli)એ વિજય શંકરને કહ્યું. વિજય શંકર પણ કેપ્ટનના આ નિર્ણય પર સફળ સાબિત થતાં ઈમામ ઉલ હકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવી 336 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા(Rohit Sharma)એ 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ કેપ્ટન કોહલીએ પણ બેટિંગ કરીને 77 રન બનાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેની સાથે જ એક વલ્ડૅ રેકોર્ડ(World Record) પણ બનાવ્યો છે. કોહલીએ સચિન તેંડુલકર(Sachin Tendulkar)નો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો છે. કોહલીએ વન-ડે આતંરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 11 હજાર રન પુર કરનારા બેટસમેન બની ગયા છે.

આ પણ વાંચો: NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article