એશિયા કપની સુપર ફોર તબક્કાની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહી છે. વરસાદને લઈ રવિવારે અધૂરી રહેલી મેચ સોમવારે આગળ વધી છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે તોફાની બેટિંગ શરુઆતમાં જ કરીને મજબૂત પાયો ખડકી દીધો હતો. માત્ર 2 વિકેટ ગુમાવીને ભારતે પાકિસ્તાન સામે 357 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. કોહલી અને રાહુલે શાનદાર અણનમ સદી નોંધાવી હતી.
રવિવારે વરસાદને લઈ રમત અડધે રોકાઈ ગઈ હતી. પરંતુ રિઝર્વ ડેને લઈ રમત સોમવારે આગળ વધારવામાં આવી હતી. જે રમતને આગળ વધારતા વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવી હતી.બંનેએ પાકિસ્તાની બોલર્સને પરેશાન કરી દીધા હતા.
રોહિત શર્મા અને શુભમન ગિલે શરુઆત શાનદાર ભારતીય ટીમને કરાવી હતી. બંને વચ્ચે 121 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. રોહિત શર્માએ 4 છગ્ગાની મદદ વડે 49 બોલમાં 56 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માએ 6 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આમ શાનદાર અડધી સદી સાથે મહત્વની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલે પણ અડધી સદી નોંધાવતા 52 બોલનો સામનો કરીને 58 રન નોંધાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા.
વિરાટ કોહલી અને કેએલ રાહુલની જોડીએ જબરદજસ્ત રમત રમી હતી. બંનેએ તોફાની રમત વડે પાકિસ્તાનના બોલર્સની ધુલાઈ કરી દીધી હતી. રવિવારે રોહિત-શુભમને તોફાન મચાવ્યુ હતુ અને સોમવારે કોહલી-રાહુલે તોફાન સર્જ્યુ હતુ. બંને ખેલાડીઓ સદી નોંધાવી હતી. જેને લઈ ભારતીય ટીમનો સ્કોર 300ને પાર થઈ શક્યો હતો.
સ્ટાર બેટર વિરાટ કોહલીએ 94 બોલનો સામનો કરતા 122 રન અણનમ નોંધાવ્યા હતા. કોહલીએ 3 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કેએલ રાહુલેએ 106 બોલનો સામનો કરીને 111 રન નોંધાવ્યા હતા. રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બંનેની શાનદાર રમત વડે ભારત તરફથી વનડેમાં ઈનીંગનો શ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. આમ પાકિસ્તાન સામે 357 રનનુ લક્ષ્ય રાખ્યુ છે.
ઇફ્તિખાર અહેમદ, શાહીદ અફ્રિદી, શાદાબ ખાન અને ફહીમ અશરફ સહિતના મહત્વના પાકિસ્તાની બોલર્સની ધુલાઈ મેચમાં જોવા મળી હતી. સૌથી વધારે ઈફ્તિખાર અહેમદની ધુલાઈ થઈ હતી. તેણે 5 ઓવરમાં જ 46 રન 9.20ની સરેરાશથી આપ્યા હતા. શાદાબ ખાને 10 ઓવરમાં 71 રન લુટાવ્યા હતા. આમ પાકિસ્તાનના એક એક બોલર્સનો રોહિત, ગિલ, કોહલી અને રાહુલે વારો નિકાળતી બેટિંગ કરી હતી.
Published On - 6:41 pm, Mon, 11 September 23