શમી અને રાયડુની મદદથી ‘વિરાટ સેના’એ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ પર કર્યો કબ્જો  

|

Feb 03, 2019 | 11:03 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડેની શ્રેણીને ભારતે 4-1થી પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો છેલ્લો મુકાબલો ભારતે 35 રનથી જીતીને સીરીઝ પર વિજય મેળવી લીધો હતો. પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું […]

શમી અને રાયડુની મદદથી વિરાટ સેનાએ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ પર કર્યો કબ્જો  

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડેની શ્રેણીને ભારતે 4-1થી પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો છેલ્લો મુકાબલો ભારતે 35 રનથી જીતીને સીરીઝ પર વિજય મેળવી લીધો હતો.

પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું હતું. આ 253 રનના લક્ષ્યને સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર ઉતરી હતી પણ તે માત્ર 44.1 ઓવરમાં જ આઉટ થઈને 217 રનનું જ લક્ષ્ય સર કરી શકી હતી.

આ મેચ ભારતને જીતાડવામાં અંબાતી રાયડુ અને વિજય શંકરનો ફાળો મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે તેમને ભાગીદારીની 22.2 ઓવરમાં ભારતીય ટીમને 98 રન અપાવ્યાં હતાં. 90 રનની પારી રમનારા અંબાતી નાયડુને પ્લેયર ઓફ દ મેચ અને જ્યારે મોહમ્મદ શમીને મેન ઓફ દ સીરીઝ તરીકે પસંદગી કરાઈ છે.  આ ક્રિકટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ ધરતી પર 5માંથી 4 મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી હોય.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

[yop_poll id=”1034″]

Published On - 11:03 am, Sun, 3 February 19

Next Article