India vs England : ઇશાંત શર્મા 300 ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજા ભારતીય ઝડપી બોલર બન્યા

|

Feb 08, 2021 | 9:10 PM

India vs England : ઇશાંત પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ બે ઝડપી બોલરો છે જેમણે 300થી વધુ ટેસ્ટ વિકેટ્સ લીધી છે.

India vs England : ઇશાંત શર્મા 300 ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજા ભારતીય ઝડપી બોલર બન્યા

Follow us on

India vs England : ઇશાંત શર્મા સોમવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેનિયલ લોરેન્સને આઉટ કર્યા બાદ 300 ટેસ્ટ વિકેટ લેનારા ત્રીજા ભારતીય ઝડપી બોલર બન્યા છે. ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી દુરથયા બાદ playing XIમાં પરત ફરનાર ઇશાંત સારા ફોર્મમાં જોવા મળ્યો છે. ઇશાંતે તેની બીજી ઓવરમાં લોવરેન્સ પ્લંબને સ્ટમ્પ આઉટ કરી ટેસ્ટ કારકિર્દીની 300મી વિકેટ લીધી છે.

ઇશાંત પહેલા 300 વિકેટ્સ લેનારા ભારતીય ક્રિકેટર્સ
ઇશાંત પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ બે ઝડપી બોલરો છે જેમણે 300 થી વધુ ટેસ્ટ વિકેટ્સ લીધી છે. જેમાં અનુક્રમે 434 ટેસ્ટ વિકેટ સાથે કપિલ દેવ પ્રથમ ક્રમે છે જયારે અને 311 ટેસ્ટ વિકેટ્સ સાથે ઝહીર ખાન બીજા ક્રમે છ છે. ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય ક્રિકેટરોમાંથી અનિલ કુંબલેએ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ્સ ઝડપી છે. અનીલ કુંબલેએ ટેસ્ટ મેચમાં ભારત તરફથી 619 ટેસ્ટ વિકેટ્સ લીધી છે.

Published On - 9:08 pm, Mon, 8 February 21

Next Article