
India vs England: ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. ત્રીજા દિવસે ભારતે, ઈગ્લેન્ડની બે વિકેટ પાડીને પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ભારતે પ્રથમ દાવમાં દિવસની રમત બંધ રહી ત્યારે છ વિકેટના ભોગે 257 રન બનાવ્યા છે. જે ઈગ્લેન્ડ કરતા 321 રન પાછળ છે. ચેન્નાઈના સ્થાનિક ખેલાડી એવા આર અશ્વિન અને વોશિગ્ટન સુંદર સાતમી વિકેટની અણનમ ભાગીદારી સાથે ક્રિજ ઉપર છે.
ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે નબળી શરૂઆત કરી છે. 73 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ 4 વિકેટમાં રોહિત, ગિલ, વિરાટ અને રહાણેની વિકેટ શામેલ છે.
ચેન્નાઇમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 578 રન પર સમાપ્ત થઈ હતી. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 218 રન બનાવ્યા હતા. તેમના સિવાય ડોમ સિબિલે 87 રન બનાવ્યા જ્યારે બેન સ્ટોક્સે 82 રન બનાવ્યા હતા.
ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. ત્રીજા દિવસે ભારતે, પ્રથમ દાવની શરૂઆત કરી હતી. જેમાં છ વિકેટના ભોગે 257 રન બનાવ્યા છે. જો કે ઈગ્લેન્ડ કરતા હજુ પણ ભારત 321 રન પાછળ છે. આર અશ્વિન અને વોશિગ્ટન સુંદર ક્રિજ ઉપર છે. સાતમી વિકેટની મોટી ભાગીદારી તરફ બન્ને આગળ વધી રહ્યાં છે.
ચેન્નાઈ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ભારતનો સ્કોર 250 રનને પાર થયો છે. ક્રિજ ઉપર બે લોકલ બોય આર અશ્વિન અને વોશિગ્ટન સુંદરની વચ્ચે 7મી વિકેટની ભાગીદારી બની રહી છે. ઈગ્લેન્ડ હજુ પણ ભારત કરતા ક્યાય આગળ છે.
ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે બીજા દિવસની રમત દરમિયાન કર્યુ હતુ તેવુ જ ઈગ્લેન્ડ ત્રીજા દિવસની રમત દરમિયાન કર્યુ છે. જેના કારણે ઈગ્લેન્ડે ભારતના પ્રથમ દાવ દરમિયાન મળતા બન્ને રિવ્યુ ગુમાવી દીધા છે. ઈગ્લેન્ડે જેક લીચની ઓવરમાં વોશિગ્ટન સુંદરની સામે રિવ્યુ લીઘો હતો પણ તે ગુમાવી દિધો છે.
ત્રીજા દિવસની રમત પૂર્ણ થવા આડે હજુ બાર ઓવર બાકી છે. ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી દિધી છે. ઈગ્લેન્ડના 578 રન કર્યા છે. જ્યારે ભારતે, હજુ 250 રન પણ કર્યા નથી અને 6 વિકેટ ગુમાવી દીધી છે.
ચેન્નાઈ ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવમાં ઋષભ પંત 91 રન બનાવીને આઉટ થયો છે. ડોમ બેસ એ ઋષભ પંતની વિકેટ મેળવીને ચાર વિકેટ ઝડપી હતી.
લીચની ઓવરમાં ચોક્કાથી ખાતુ ખોલતા વોશિગ્ટન સુંદરે બીજા જ બોલે ફરીથી ચોક્કો ફટકાર્યો હતો. ડોમ બોસની ઓવરમાં સુંદરે એક પછી એક બે ચોગ્ગા ફટકાર્યા હતા. ડોમ બોસે, વિરાટ કોહલી, અંજીક્યે રહાણે અને ચેતેશ્વર પુજારાની વિકેટ લીધી છે.
ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે ચાના વિરામ બાદ, ભારતની પાંચમી વિકેટ પડી છે. ડોમ બેસ ને ચેતેશ્વર પુજારાને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો છે. પુજારા 73 રન બનાવીને આઉટ થયો હતો.
ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાએ સમજદારી પૂર્વકની કરેલી બેટીગને કારણે, ઈગ્લેન્ડને પારાવાર મુશ્કેલી અનુભવાી રહી છે. બન્ને જણા પોતાની વિકેટ બચાવીને રન કરી રહ્યાં છે. બન્ને જણાની બૂેટીગને કારણે હાલ ઈગ્લેન્ડની લીડ 400ની અંદર આવી જવા પામી છે.
ચેન્નાઇ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પંત અને પૂજારાએ 5 મી વિકેટ માટે ભારતીય સ્કોરબોર્ડમાં 100થી વધુ રનનો ઉમેરો કર્યો છે. આ મોટી ભાગીદારીના આધારે ભારતીય ટીમ હવે કટોકટીમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. બંને બેટ્સમેનોએ પોતાની અર્ધી સદી પૂરી કરી છે
ઋષભ પંત છેલ્લી ઓવરમાં એન્ડરસન પર વરસતો જોવા મળ્યો હતો. તો પછીની જ ઓવરમાં જોફ્રા આર્ચર પૂજારાના લક્ષ્યાંક પર આવ્યો. પૂજારાએ તેની ઓવરના પહેલા જ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, ભારતનો સ્કોર 44 ઓવર પછી 4 વિકેટે 167 પર પહોંચી ગયો.
ચેન્નઇમાં ઋષભ પંતની બાઉન્ડ્રી શાવર્સ સતત ચાલુ રહે છે. જેમ્સ એન્ડરસનજયારે બોલિંગ કરવા આવ્યો ત્યારે 43 મી ઓવરની શરૂઆતમાં પહેલા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ ચારની મદદથી તેનો પોતાનો સ્કોર 60 રનની નજીક પહોંચી ગયો હતો.
ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે નબળી શરૂઆત કરી છે. 73 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ 4 વિકેટમાં રોહિત, ગિલ, વિરાટ અને રહાણેની વિકેટ શામેલ છે.
ઋષભ પંતએ ઓસ્ટ્રેલિયન ફોર્મ ચેન્નઈમાં પણ જાળવી રાખ્યું છે. ઋષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી છે. આ અડધી સદી ચોગ્ગાથી પૂરી કરી હતી. આ સાથે ભારતે ચા સુધી 4 વિકેટે 154 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારત હજી પણ ઇંગ્લેન્ડથી 424 રન પાછળ છે.
ચેતેશ્વર પૂજારાએ ચેન્નાઇ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેની કારકિર્દીની 29 મી અડધી સદી પૂરી કરી. છેલ્લી 5 ઇનિંગ્સમાં તેના બેટની આ ચોથી અડધી સદી પણ છે. તેણે ભારતીય દાવની 40 મી ઓવરમાં ચોગ્ગા ફટકારીને આ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પહેલી ઇનિંગ્સ સંકટમાં છે. આ કટોકટી વધારે ગાઢ બની છે કારણ કે વિરાટ કોહલી બહાર છે અને પેવેલિયન પરત ફર્યો છે. વિરાટને ડોમ બેસને આઉટ કર્યો હતો. વિરાટ પાસે ક્રિઝ પર 65 મિનિટનો સમય હતો અને તે ફક્ત 11 રન બનાવી શકી હતી.
વિરાટ અને પૂજારાએ ધીરે ધીરે બીજા સેશનનીશરૂઆત કરી. બીજા સેશનમાં હજી સુધી એક પણ ચોગ્ગો લાગ્યો નથી. બંને બેટ્સમેનોએ 8 ઓવરમાં માત્ર 10 રન બનાવ્યા છે.
ચેન્નાઇ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર 2 વિકેટ પર 65 રનથી આગળ પહોંચી ગયો છે. જો કે, હજી ભારતને હજી આગળ જવા માટે બાકી છે. તેણે ઇંગ્લેન્ડના 578 રનના સ્કોરને પાર કરવાનો છે. અને આ માટે વિરાટ-પૂજારા માટે ક્રિઝ પર રહેવું મહત્વપૂર્ણ છે.
ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસના બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. વિરાટ અને પૂજારા ક્રિઝ પર થીજેલા છે અને ધીરે ધીરે ભારતના સ્કોર બોર્ડમાં વધારો કરી રહ્યા છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન બનાવ્યા છે
ચેન્નાઇ ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ સુધીની રમત પૂરી થઈ ગઈ છે. પહેલી ઇનિંગ્સમાં ભારત હજી પણ 519 રન દૂર છે અને તેની 8 વિકેટ બાકી છે. ક્રીઝ પર વિરાટ અને પૂજારાની જોડી, જે ટીમ ઈન્ડિયાને મોટી આશાઓ આપશે
ચેતેશ્વર પુજારા રણની રમઝટ બોલાવી રહ્યો છે. ફરી ચેતેશ્વરએ એક ચોગ્ગો ફટકાર્યો છે. આ સાથે જ સ્કોર 59 પર પહોંચી છે.
ભારતે ચેન્નઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 50 રનનો આંકડો પાર કરી લીધો છે. જો કે આ માટે તેણે તેના ઓપનરોની વિકેટ ગુમાવી છે. રોહિત 6 રન અને ગિલ 29 રન બનાવી આઉટ થયો
ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચેરે ભારતને બીજો ઝટકો આપ્યો છે. રોહિતને આઉટ કર્યા બાદ હવે અન્ય ભારતીય ઓપનર શુબમન ગિલને પણ તેનો શિકાર બનાવવામાં આવ્યો છે.
ભારતીય ઓપનર શુભમન ગિલે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની એક જ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ભારતીય દાવની 7 મી ઓવરના ત્રીજા અને 5 માં દડા પર આ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ સાથે ભારતનો સ્કોર 7 ઓવર પછી 1 વિકેટ પર 35 થઈ ગયો છે.
પૂજારાએ પ્રથમ ઇનિંગ્સમાં પોતાની બેટિંગની શરૂઆત ઝડપી કરી છે. તેણે ભારતીય ઇનિંગની છઠ્ઠી ઓવર મૂકવા આવેલા આર્ચરની ઓવરના બીજા બોલ પર શાનદાર ચાર ફટકારી હતી. આ ઓવર પછી ભારતનો સ્કોર 1 વિકેટ પર 27 રન હતો.
પ્રથમ દાવની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો રોહિત શર્મા તરીકે મળ્યો હતો, જે 6 રન બનાવીને આર્ચરનો શિકાર બન્યો હતો. આ સાથે ભારતીય ઓપનર વચ્ચે માત્ર 19 રનની ભાગીદારી નોંધાઈ હતી.
શુબમન ગિલે તેની ઇનિંગની શરૂઆત શાનદાર રીતે કરી. તેણે તેની ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 2 ચોગ્ગા ફટકાર્યા છે. જેમાં તેણે પહેલા આર્ચરને અને ત્યારબાદ એન્ડરસનની બીજી ઓવરમાં ફટકાર્યો હતો.
અશ્વિનના જેમ્સ એન્ડરસનને ગિલ્સ વેરવિખેર કરતાં ઇંગ્લેંડની પહેલી ઇનિંગ્સ પણ પૂરી થઈ. ચેન્નાઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો.
ડોમ બેસને આઉટ કર્યા પછી અશ્વિનની ઓવર ખૂબ જ રસપ્રદ હતી. આ ઓવ્યુવરના ત્રીજા બોલ પર, જેક લીચે તેને આગળ ચલાવ્યો અને લોંગનની દિશામાં ચોગ્ગા ફટકાર્યા હતો. છેલ્લી ઓવરમાં બીજી મિસફિલ્ડ હતી અને ઇંગ્લેન્ડના ખાતામાં બીજી બાઉન્ડ્રી ઉમેરવામાં આવી.
ડોમ બેસ સારી બેટિંગ કરી રહ્યો હતો અને ભારત માટે માથાનો દુખાવો સાબિત કરી રહ્યો હતો. બુમરાહે પેવેલિયનનો રસ્તો પકડ્યો. તે 34 રનમાં LBW હતો. ભારતે નવો બોલ લીધો કે તરત જ બુમરાહ આક્રમણ પર આવ્યો અને પહેલા જ બોલ પર બેઝને આઉટ કર્યો.
જ્યારે અશ્વિન ઇંગ્લેન્ડની ઇનિંગની 185મી ઓવરમાં આવ્યો હતો. તેથી તેનો પહેલો દડો સ્ટેપ્સનો ઉપયોગ કરીને 4 રન માટે બેઝ દ્વારા ધકેલી દેવામાં આવ્યો. તે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં પ્રથમ ચોગ્ગો હતો.
જસપ્રીત બુમરાહે ત્રીજા દિવસની બીજી ઓવર બોલ્ડ કરી. આ ઓવરમાંથી એક નો બોલ રહ્યો હતો. ખરેખર તે ઓવર સ્ટેપ કરી ગયો હતો. આ મેચમાં ભારત દ્વારા અત્યાર સુધીમાં ફેંકવામાં આ 20મો નો બોલ હતો.
ત્રીજા દિવસે બેટિંગ માટે ડોમ બેસ અને જેક લીચ ક્રીઝ પર આવ્યા છે. ભારતે અશ્વિન સાથે બોલિંગ શરૂ કરી દીધી છે. ત્રીજા દિવસની પહેલી ઓવરથી જ ઇંગ્લેન્ડે તેમના ખાતામાં 1 રન ઉમેર્યો અને તેનો સ્કોર 8 વિકેટ પર 556 હતો.
ઇંગ્લેન્ડે બીજા દિવસે 9મી વિકેટ માટે 30 રન ઉમેર્યા હતા. તેના નીચલા ક્રમના બે બેટ્સમેન ડોમ બેસ 28 રન અને જેક લીચ 6 રન બનાવીને અણનમ રહ્યા હતા. આજે આ બંને બેટ્સમેનો ઇનિંગ્સ આગળ લાવવા આગળ આવશે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચનો આજે ત્રીજો દીવસ છે. ઈંગ્લેન્ડની ટીમ મેચ ફ્રન્ટફૂટ પર છે. આજે 8 વિકેટ 555 રનથી આગળ વધશે.
Published On - 5:25 pm, Sun, 7 February 21