
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની ત્રીજી મેચ ગુવાહાટીની બરસાપરા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ભારતીય ટીમે ટોસ હારીને બેટિંગ કરતા શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. જેને લઈ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 223 રનનુ લક્ષ્ય ખડક્યુ હતુ. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાઈ બેટર્સની વિકેટ સમયાંતરે ઝડપીને મેચને રોમાંચક બનાવી હતી. જોકે મેક્સવેલે તોફાની બેટિંગ વડે પરેશાની સર્જી હતી. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી મેચને પોતાને નામે કરી હતી.
મેક્સેવેલે તોફાની સદી સાથે મેચને અંતિમ બોલ સુધી રોમાંચક બનાવી હતી. ગ્લેન મેક્સવેલ ફરી એકવાર ટીમ ઓસ્ટ્રેલિયા માટે સંકટના સમયે તોફાની બેટિંગ કરતો નજર આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સ્થિતિ એક સમયે મુશ્કેલ બની હતી. એ સમયે જ મેક્સવેલે તોફાની બેટિંગ વડે અંતિમ બોલ સુધી મેચને બનાવી રાખી હતી. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને 21 રનની જરુર હતી.
ગ્લેન મેક્સવેલ ફરી એકવાર તેના અસલી રંગ મુજબ રમતમાં જોવા મળ્યો હતો. તેણે ભારતના પક્ષમાં રહેલી મેચને અંતિમ સમયે રોમાંચક મોડમાં લાવી દીધી હતી. તેની સાથે કેપ્ટન મેથ્યૂ વેડે પણ આક્રમક રમત રમી હતી. બંનેએ અંતમાં ચોગ્ગા અને છગ્ગા અને વરસાવતા ભારતીય બોલરો માટે મુશ્કેલી સ્થિતિ સર્જાઈ હતી. મેથ્યૂ વેડે અને મેક્સવેલ વચ્ચે મોટી ભાગીદારી રમત નોંધાઈ હતી. જે રમતે ભારતના હાથમાંથી એક સમયે ભારતના પક્ષમાં આવી ચુકી હતી.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મેક્સવેલે એકલા હાથે બાજી પલટતા 47 બોલમાં જ સદી પુરી કરીને મેચને અંતિમ બોલ સુધી પહોંચાડી હતી. આ દરમિયાન 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતિમ બોલ પર મેક્સવેલે વિજયી ચોગ્ગો ફટકારીને ભારતે આપેલા વિશાળ લક્ષ્યને પાર કરાવ્યુ હતુ. આમ ઓસ્ટ્રેલિયાએ સિરીઝને 2-1 થી જીવંત રાખી હતી.
ભારતે પ્રથમ વિકેટ આરોન હાર્ડીના રુપમાં મેળવી હતી. જેને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો. આરોને 12 બોલમાં 16 રન નોંધાવ્યા હતા. ટ્રેવિસ હેડે 18 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. જોશ ઈંગ્લીશે 6 બોલમાં 10 રન નોંધાવ્યા હતા માર્કસ સ્ટોઈનીસે 21 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. ટીમ ડેવિડ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ 134 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. બાદમાં મેક્સવેલ અને કેપ્ટને વેડેએ બાજી સંભાળતા જીત સુધી દોરી ગયા હતા.
Published On - 10:46 pm, Tue, 28 November 23