IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝ (T-20 series) શરૂ થશે. પરંતુ તે પહેલા સમાચાર સારા છે. બંગાળ સરકારે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપી છે. મતલબ કે, કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden Gardens, Kolkata)ના વાતાવરણમાં હવે ક્રિકેટ વધુ જોર પકડશે. જોકે, સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું રહેશે નહીં. બંગાળ સરકારે આ સિરીઝ માટે સ્ટેડિયમમાં માત્ર 75 ટકા દર્શકોના પ્રવેશને મંજૂરી આપી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 3 મેચોની T20 સિરીઝ રમાવાની છે.
રાજ્ય સરકાર દ્વારા સોમવારે રમતગમત અંગે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં 75 ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવશે. આ સંખ્યા સ્ટેડિયમની ક્ષમતા અનુસાર હશે. આ રીતે ઈડન ગાર્ડન્સ (Eden Gardens, Kolkata)માં લગભગ 50000 દર્શકો મેચની મજા માણી શકશે.
અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં, કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 70 ટકા પ્રેક્ષકોએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. પશ્ચિમ બંગાળ સરકારના તાજેતરના પગલા પછી, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ અવિશેક દાલમિયાએ કહ્યું, “આ માટે અમે માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી જીના આભારી છીએ. આ ઉપરાંત સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 75 ટકા દર્શકોને મંજૂરી આપવા બદલ અમે મુખ્ય સચિવ અને બંગાળ સરકારનો પણ આભાર માનવા માંગીએ છીએ.
અવિશેક દાલમિયાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યમાં રમતગમતને નવી ઉર્જા મળશે. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે T20 મેચના સફળ આયોજન બાદ CABને પૂરો વિશ્વાસ છે કે આ વખતે તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીને સમાન ઉત્સાહ સાથે આયોજિત કરવામાં સક્ષમ હશે.
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ODI શ્રેણીથી શરૂ થશે અને T20I શ્રેણી સાથે સમાપ્ત થશે. વાસ્તવિક સમયપત્રક મુજબ, ઇવેન્ટ્સ 6 શહેરોમાં યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ 2 શહેરો પૂરતો મર્યાદિત હતો. ODI શ્રેણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે T20 શ્રેણી 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
આ પણ વાંચો : Budget 2022 : કોવિડની ત્રીજી લહેર બાદ બજેટ નક્કી કરશે અર્થવ્યવસ્થાની દિશા, આ છે દેશની 5 મોટી આશાઓ
Published On - 9:14 am, Tue, 1 February 22