IND vs WI, 2nd ODI, Highlights: ભારત 44 રને બીજી મેચ અને વન-ડે સીરિઝ 2-0થી જીતી લીધી

ભારતે બીજી વન-ડે 44 રનથી જીત સાથે ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે.

IND vs WI, 2nd ODI, Highlights: ભારત 44 રને બીજી મેચ અને વન-ડે સીરિઝ 2-0થી જીતી લીધી
IND vs WI 2nd ODI
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:40 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે સીરિઝની બીજી મેચમાં ભારતને શાનદાર પ્રદર્શન કરતા 44 રને જીત મેળવી લીધી છે. આ બીજી વન-ડે મચેમાં જીત સાથે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચની સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. બીજી વન-ડેમાં યુવા બોલર પ્રસિદ્ધ ક્રિશ્નાએ શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી. તો શાર્દુલ ઠાકુરે 2 વિકેટ, મોહમ્મદ સિરાજ, યહલ, વોશિંગટન સુંદર અને દીપક હુડાએ 1-1 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં ભારત તરફથી સુર્ય કુમાર યાદવે સૌથી વધુ 64 રન કર્યા હતા. તો લોકેશ રાહુલે 49 રને આઉટ થયો હતો. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન સમર્હ બ્રુક્સે કર્યા હતા. તેણે 44 રનનું યોગદાન આપ્યું હતું. હવે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ 11 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાશે.

 

ભારતની પ્લેઈંગ ઈલેવનઃ

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવનઃ

શે હોપ, બ્રેન્ડન કિંગ, ડેરેન બ્રાવો, શરમાહ બ્રૂક્સ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, ફેબિયન એલન, અકીલ હુસેન, અલઝારી જોસેફ, કેમર રોચ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Feb 2022 09:30 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝ 193 રનમાં ઓલઆઉટ, ભારત 44 રને જીત્યું

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝ બીજી વન-ડેમાં 193 રનમાં ઓલઆઉટ થઇ ગયું. પ્રસિદ્ધ ક્રિશ્નાએ 4 વિકેટ, શાર્દુલ ઠાકુરે 2 વિકેટ ઝડપી.

  • 09 Feb 2022 09:26 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતને 9મી સફળતા મળી

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝનો સ્મિથ 24 રન બનાવી આઉટ થયો. વોશિંગટન સુંદરે ઝડપી વિકેટ.


  • 09 Feb 2022 09:00 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 41 ઓવર બાદ વિન્ડીઝ 174/8

    IND vs WI, 2nd ODI, Live Score: 41 ઓવર બાદ વિન્ડીઝ 174/8

  • 09 Feb 2022 08:50 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતને સાતમી સફળતા મળી

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝના ફાબિઅન અલેન 13 રન બનાવી આઉટ થયો. મોહમ્મદ સિરાજે ઝડપી વિકેટ.

  • 09 Feb 2022 08:45 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 38 ઓવર બાદ વિન્ડીઝનો સ્કોર 156/6

    IND vs WI, 2nd ODI, Live Score: 38 ઓવર બાદ વિન્ડીઝનો સ્કોર 156/6 રને પહોંચ્યો.

  • 09 Feb 2022 08:13 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતને મળી છઠ્ઠી સફળતા

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝના સામર્થ બ્રુક 44 રન બનાવી આઉટ થયો. દીપક હુડ્ડાએ ઝડપી વિકેટ. વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 31 ઓવરમાં 6 વિકેટે 122 રન.

  • 09 Feb 2022 08:05 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 30 ઓવર પછી વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 115/5

    IND vs WI, 2nd ODI, Live Score: 30 ઓવર પછી વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 115/5

  • 09 Feb 2022 07:28 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતને મળી ચોથી સફળતા

    IND vs WI, 2nd ODI, Live Score: પ્રસિદ્ધ કિશ્નાએ વેસ્ટ ઇન્ડિઝના સુકાની નિકોલસ પુરનને 9 રને આઉટ કર્યો. વેસ્ટ ઇન્ડિઝનો હાલનો સ્કોર 4 વિકેટે 76 રન.

  • 09 Feb 2022 06:40 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 10 ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 38/2

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 10 ઓવર બાદ 2 વિકેટના ભોગે 38 રન થયો છે. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિશ્નાએ 2 વિકેટ ઝડપી.

  • 09 Feb 2022 06:25 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતને મળી પહેલી સફળતા

    IND vs WI, 2nd ODI, Live Score: પ્રસિદ્ધ ક્રિષ્નાએ ભારતને અપાવી પહેલી સફળતા. વેસ્ટ ઇન્ડિઝના બ્રેન્ડોન કિંગને 18 રને આઉટ કર્યો.

  • 09 Feb 2022 06:17 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: શાર્દુલ ઠાકુરની એક ઓવરમાં 13 રન

    IND vs WI, 2nd ODI, Live Score: મેચની છઠ્ઠી ઓવરમાં શાર્દુલ ઠાકુરે ત્રણ ચોગ્ગાની સાથે 13 આપ્યા. બ્રેન્ડોન કિંગએ ઠાકુરની ઓવરમાં સતત બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા.

  • 09 Feb 2022 05:58 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ શરૂ

    IND vs WI, 2nd ODI, Live Score: વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ શરૂ થઇ ગઇ છે અને ટીમ તરફથી શાઈ હોપ અને બ્રેન્ડોન કિંગ ઓપનિંગ કરી રહ્યા છે. વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 238 રનનો લક્ષ્યાંક છે.

  • 09 Feb 2022 05:20 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 30 ઓવર પછી વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 115/5

    IND vs WI, 2nd ODI, Live Score: બુધવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે. ભારતે પ્રથમ મેચ છ વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બીજી મેચમાં તેની નજર શ્રેણી પોતાના નામે કરવા પર છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ આ મેચ 1-1થી જીતવા ઈચ્છશે. જો કે, આ કામ તેના માટે આસાન નહીં હોય કારણ કે જે રીતે ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું, તેનાથી તેમનું મનોબળ ઘણું ઊંચુ હશે. બીજી વનડેમાં વિન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે એક બદલાવ કર્યો છે. ઇશાન કિશનની જગ્યાએ કેએલ રાહુલને જગ્યા મળી છે જ્યારે વિન્ડીઝ ટીમ તરફથી કિરન પોલાર્ડ નથી રમી રહ્યો. નિકોલસ પૂરન કેપ્ટનશીપ કરી રહ્યો છે.

    ભારતની પ્લેઈંગ ઈલેવનઃ

    રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

    વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવનઃ

    શે હોપ, બ્રેન્ડન કિંગ, ડેરેન બ્રાવો, શરમાહ બ્રૂક્સ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, ફેબિયન એલન, અકીલ હુસેન, અલઝારી જોસેફ, કેમર રોચ.

  • 09 Feb 2022 05:15 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: યુઝવેન્દ્ર ચહલે બાઉન્ડરી લગાવી

    અલ્ઝારી જોસેફના બોલ પર યુઝવેન્દ્ર ચહલે શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. તેણે લોંગ ઓફ પર બાઉન્ડરી લગાવી હતી.

  • 09 Feb 2022 05:11 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 9મી વિકેટ દિપક હુડ્ડાના રુપમાં ગુમાવી

  • 09 Feb 2022 05:04 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: સિરાજ આઉટ થતા 8મી વિકેટ ગુમાવી

    48મી ઓવરના ત્રીજા બોલ પર અલઝારી જોસેફે મોહમ્મદ સિરાજને વિકેટકીપર શાઈ હોપના હાથે કેચ કરાવ્યો હતો. આ ભારતની આઠમી વિકેટ હતી. સિરાજ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.

  • 09 Feb 2022 05:01 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: શાર્દુલ ઠાકુર આઉટ

    અલ્ઝારી જોસેફે 46મી ઓવરના છેલ્લા બોલ પર શાર્દુલ ઠાકુરને આઉટ કરીને ભારતને સાતમો ઝટકો આપ્યો હતો. જોસેફના બોલ પર ઠાકુરે મોટો શોટ મારવાની કોશિશ કરી પરંતુ તે બોલને યોગ્ય રીતે લઈ શક્યો નહીં અને શર્મહ બ્રુક્સના હાથે કેચ થઈ ગયો. ઠાકુરે આઠ રન બનાવ્યા હતા.

  • 09 Feb 2022 04:53 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: દિપક હુડ્ડા એ બાઉન્ડરી લગાવી

    ફાબીયન એલન 45મી ઓવર લઇને આવ્યો હતો, જેના પ્રથમ બોલ પર દિપક હુડ્ડાએ શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. તેણે ગેપમાંથી બાઉન્ડરી પર બોલને મોકલ્યો હતો અને આ સાથે જ ભારતના 200 રનનો આંકડો પણ પાર થયો હતો.

  • 09 Feb 2022 04:41 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: વોશિંગ્ટન સુંદરે ગુમાવી વિકેટ

    વોશિંગ્ટન સુંદર આઉટ. અકીલ હુસૈનની બોલ પર મોટો શોટ મારવા ગયેલા સુંદરને બાઉન્ડ્રી લાઇન પાસે અલઝારી જોસેફના હાથે કેચ આઉટ કર્યો હતો.

  • 09 Feb 2022 04:36 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 40 ઓવરમાં ભારતનો આ સ્કોર છે

    ભારતે પોતાના હિસ્સાની 40 ઓવર રમી છે. આટલી ઓવર રમ્યા બાદ ભારતે પાંચ વિકેટે 183 રન બનાવી લીધા છે. દીપક હુડા અને વોશિંગ્ટન સુંદર વિકેટ પર હાજર છે.

  • 09 Feb 2022 04:27 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: સૂર્યકુમાર આઉટ

    ભારતે તેની પાંચમી વિકેટ સૂર્યકુમાર યાદવના રૂપમાં ગુમાવી છે. સૂર્યકુમારે ફેબિયન એલનના બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની ઉપરની કિનારી લઈને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા અલ્ઝારી જોસેફના હાથમાં ગયો. સૂર્યકુમાર 39મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. તેણે 83 બોલમાં 64 રન બનાવ્યા હતા.

  • 09 Feb 2022 04:23 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: સૂર્યકુમારની સળંગ બે બાઉન્ડરી

    સૂર્યકુમારે 38મી ઓવર નાંખી રહેલા જેસન હોલ્ડરના ચોથા અને પાંચમા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચોથા બોલ પર સૂર્યકુમારે સામેના અમ્પાયર પાસેથી બોલ લીધો અને બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી દીધો. પાંચમો બોલ હોલ્ડર દ્વારા શોર્ટ બોલ્ડ થયો અને તેના પર સૂર્યકુમારે પુલ અપ કરીને ચાર રન બનાવ્યા.

  • 09 Feb 2022 04:15 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: સૂર્યકુમારનુ અર્ધશતક

    સૂર્યકુમાર યાદવે પોતાના 50 રન પૂરા કર્યા છે. તેણે 36મી ઓવરના ત્રીજા બોલ પર ફાઈન લેગ પર રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની ODI કારકિર્દીની બીજી અડધી સદી છે.

  • 09 Feb 2022 04:07 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતે 150 રન પૂરા કર્યા

    ભારતીય ઇનિંગ્સના 150 રન પૂરા થયા છે. 33મી ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવે આ સ્કોર ટીમના સ્કોરબોર્ડ પર લટકાવી દીધો હતો. જો કે, તેઓ અહીં આવ્યા ત્યાં સુધીમાં ભારતે તેના ચાર મોટા બેટ્સમેન ગુમાવ્યા છે.

  • 09 Feb 2022 03:49 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: કેએલ રાહુલ રન આઉટ

    કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની જોડીએ સારી જમાવટ કરીને ટીમના સ્કોરને આગળ લઇ જવાનો સફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસિબે આ જોડી તુટી ગઇ છે. રન લેવાની દોડમાં બંને વચ્ચે તાલ મેલ નહીં જળવાતા કેએલ રાહુલ રન આઉટ થયો હતો. રાહુલે 48 રન બનાવ્યા હતા અને તે અર્ધશતક ચુક્યો હતો.

  • 09 Feb 2022 03:41 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: રાહુલે બાઉન્ડરી લગાવી

    કેએલ રાહુલે બેટ ખોલીને બેટીંગ કરી છે. ખાસ કરીને અકિલ હુસૈનના બોલ પર બાઉન્ડરી લગાવવી તેને પરેશાન કરી દિધો છે. તેની ઓવરમાં પહેલા છગ્ગો અને બાદ માં ચોગ્ગો ફટકાર્યો હતો. આમ હુસૈન પર એટેકીંગ રમત રમી હતી.

  • 09 Feb 2022 03:40 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: રાહુલે શાનદાર સિક્સર ફટકારી

    કેએલ રાહુલે અકીલ હુસૈન પર બીજી સિક્સ ફટકારી. 28મી ઓવર ફેંકી રહેલા હુસૈનનો ત્રીજો બૉલ રાહુલે ફટકાર્યો હતો અને સામે છ રન મળ્યા હતા.

  • 09 Feb 2022 03:35 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: રાહુલની સળંગ બે બાઉન્ડરી

    ઓઇડન સ્મિથ 26મી ઓવર લઇને આવ્યો હતો. જેની ઓવરના અંતિમ બંને બોલ પર કેએલ રાહુલે શાનદાર સળંગ બે બાઉન્ડરી ફટકારી હતી. જેની બીજી બાઉન્ડરી સાથે જ ભારતીય ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો હતો.

  • 09 Feb 2022 03:33 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: રાહુલ-સૂર્યકુમારની અર્ધશતકીય ભાગીદારી

    કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે તેમની ભાગીદારીમાં 50 રન પૂરા કર્યા છે. આ ભાગીદારીમાં બંનેએ કુલ 83 બોલનો સામનો કર્યો છે. આ બંનેની પાસે ટીમની જવાબદારી છે અને બંને આ વાતને પણ સમજે છે, તેથી તેઓ કોઈપણ જોખમ લીધા વિના ઇનિંગ્સને આગળ લઈ જઇ રહ્યા છે.

  • 09 Feb 2022 03:31 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: રાહુલની બાઉન્ડરી

    રાહુલે 25મી ઓવર ફેંકી રહેલા અકીલ હુસૈનના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હુસૈને ફરી એકવાર શોર્ટ બોલ નાખ્યો અને રાહુલે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ચાર રન બનાવ્યા. તેણે મિડવિકેટ પર આ ચોગ્ગો ફટકાર્યો.

  • 09 Feb 2022 03:08 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: બોલિંગમાં બદલાવ, છગ્ગા સાથે હુસૈનનું સ્વાગત

    નિકોલસ પૂરને બોલિંગમાં ફેરફાર કર્યો છે અને ડાબોડી સ્પિનર ​​અકીલ હુસૈનને સામેલ કર્યો છે. તેણે પહેલો બોલ નાખ્યો, જેના પર રાહુલે મિડવિકેટ પર સિક્સર ફટકારી. આ મેચનો આ પહેલો સિક્સ અને રાહુલની પહેલી બાઉન્ડ્રી છે.

  • 09 Feb 2022 02:56 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: કેમાર રોચ પરત ફર્યો

    ઓડન સ્મિથની જગ્યાએ કેમાર રોચને બોલિંગ પર લાવવામાં આવ્યો છે. તે ઇનિંગ્સની 18મી ઓવર નાખશે.

  • 09 Feb 2022 02:55 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: સૂર્યકુમારે બાઉન્ડરી લગાવી

    જેસન હોલ્ડરે 17મી ઓવર ફેંકીને પાંચમો બોલ સૂર્યકુમારના પગ પર નાંખ્યો અને ભારતીય બેટ્સમેને તેને ફાઈન લેગ તરફ ફ્લિક કર્યો અને ચાર રન બનાવ્યા.

  • 09 Feb 2022 02:46 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ભારતનો સ્કોર 50ને પાર

    સૂર્યકુમાર યાદવે ઓઇડન સ્મિથની ઓવરમાં શાનદાર બાઉન્ડરી લગાવી હતી. આ સાથે જ ભારતનો સ્કોર 50 ને પાર પહોંચ્યો હતો. ભારતીય ટીમની ધીમી રમત સાથે 50ના સ્કોરને પાર કર્યો હતો. ભારતે આ સ્કોર સુધી પહોંચવા માટે 3 વિકેટ ગુમાવી હતી.

  • 09 Feb 2022 02:41 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 15 ઓવર પછી ભારતનો છે આ સ્કોર

    ભારતીય ઇનિંગ્સે 15 ઓવર પૂરી કરી લીધી છે અને યજમાન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ મેદાન પર છે બંનેએ બે-બે રન બનાવ્યા છે.

  • 09 Feb 2022 02:27 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: વિરાટ કોહલી આઉટ

    ઓડન સ્મિથે 12મી ઓવરમાં જ ભારતને બીજો ઝટકો આપ્યો છે. તેણે વિરાટ કોહલીને આઉટ કર્યો છે. સ્મિથનો બોલ થોડો આઉટ સ્વિંગ થયો અને કોહલીના બેટની કિનારી લઈને વિકેટકીપર શાઈ હોપના હાથમાં ગયો. કોહલીએ 18 રન બનાવ્યા હતા.

  • 09 Feb 2022 02:22 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: ઋષભ પંતે ગુમાવી વિકેટ

    ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. ઋષભ પંત આઉટ થયો છે. ઓડન સ્મિથે પંતને જેસન હોલ્ડરના હાથે કેચ કરાવ્યો હતો.

  • 09 Feb 2022 02:22 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: જેસન હોલ્ડર બોલિંગ પર આવ્યો

    બોલિંગમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ બોલ જેસન હોલ્ડરને આપવામાં આવ્યો છે.તે ઇનિંગની 11મી ઓવર ફેંકી રહ્યો છે.

  • 09 Feb 2022 02:21 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: 10 ઓવર પછી ભારતનો આ સ્કોર છે

    ભારતીય દાવની 10 ઓવર થઈ ગઈ છે. આ 10 ઓવરમાં ભારતે 3.70ની એવરેજથી 37 રન બનાવ્યા છે અને વિકેટ ગુમાવી છે. આ વિકેટ કેપ્ટન રોહિત શર્માની છે. વિરાટ કોહલી અને ઋષભ પંત અત્યારે રમી રહ્યા છે.

  • 09 Feb 2022 02:10 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: પંતનો પ્રથમ ચોગ્ગો

    પંતે આઠમી ઓવર ફેંકી રહેલા અલ્ઝારી જોસેફના ત્રીજા બોલ પર મેચમાં પોતાનો પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો. જોસેફે બોલને ઓફ-સ્ટમ્પની બહાર સારી લંબાઈ પર ફેંક્યો અને પંતે પોતાની સ્ટાઈલમાં ચાર રન મેળવ્યા હતા.

  • 09 Feb 2022 02:00 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: કોહલીની વધુ એક બાઉન્ડરી

    સાતમી ઓવર લાવનાર કેમાર રોચનું ફરી કોહલીએ ચોગ્ગા સાથે સ્વાગત કર્યું. પહેલા જ બોલ પર કોહલીએ રોચ પર ચોગ્ગો ફટકાર્યો હતો. રોચે ઓફ-સ્ટમ્પની બહાર શોર્ટ બોલ માર્યો, જેના પર કોહલીએ શાનદાર કટ રમતા ચાર રન બનાવ્યા.

  • 09 Feb 2022 01:58 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: કોહલીનો ચોગ્ગો

    પાંચમી ઓવર નાખતા કેમાર રોચના પ્રથમ બોલ પર કોહલીએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. રોચ બોલને ઉપરની તરફ નાંખ્યો હતો જેને કોહલીએ કવર-પોઇન્ટ તરફ ડ્રાઇવ કર્યો અને ચાર રન મેળવ્યા હતા. આ ભારતીય ઇનિંગ્સની પ્રથમ બાઉન્ડરી છે.

  • 09 Feb 2022 01:51 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: વિરાટ કોહલી મેદાન પર

    પૂર્વ કેપ્ટન અને ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં આવી ગયો છે. ભારતમાં આ તેની 100મી ODI મેચ છે. ટીમને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હશે.

  • 09 Feb 2022 01:48 PM (IST)

    IND vs WI, 2nd ODI, Live Score: રોહિત શર્મા આઉટ

    ભારતને પહેલો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા આઉટ થયો છે. કેમાર રોચે રોહિતને શે હોપના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોચનો બોલ થોડો બહાર આવ્યો અને રોહિતના બેટની કિનારી લઈને વિકેટકીપર પાસે ગયો. રોહિતે પાંચ રન બનાવ્યા હતા.

  • 09 Feb 2022 01:31 PM (IST)

    વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી

    ભારત સામેની બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં કિરોન પોલાર્ડ નથી રમી રહ્યો, નિકોલસ પૂરન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

Published On - 1:28 pm, Wed, 9 February 22