IND vs WI: અમદાવાદ વન ડે માં ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ સામે 6 વિકેટે વિજય, રોહિત શર્માની ફીફટી

|

Feb 06, 2022 | 7:58 PM

India vs West Indies, 1st ODI: પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે માત્ર 176 રન બનાવ્યા, ટીમ ઈન્ડિયાને લક્ષ્ય હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં.

IND vs WI: અમદાવાદ વન ડે માં ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ સામે 6 વિકેટે વિજય, રોહિત શર્માની ફીફટી
Rohit Sharmaની આગેવાનીમાં ભારતે 1000 મી વન ડે મેચને જીતી લીધી હતી.

Follow us on

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં ODI શ્રેણી (India Vs WestIndies, 1st ODI )ની શાનદાર જીત સાથે શરૂઆત કરી. રોહિત એન્ડ કંપનીએ પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 176 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા (Rohit Sharma) ની ઝડપી અડધી સદી અને સૂર્યકુમાર યાદવની ઉપયોગી બેટિંગના આધારે આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. રોહિત શર્માએ માત્ર 51 બોલમાં 60 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ 28 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલી (Virat Kohli) અને પંત કંઈ ખાસ કરી શક્યા નહોતા. વિરાટે 8 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી અને પંત 11 રને રન આઉટ થયો હતો.

ભારતની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને ભારતના બંને સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરે મળીને 7 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને મેચમાંથી બહાર કરી દીધું હતું. યુઝવેન્દ્ર ચહલે 49 રન આપીને 4 જ્યારે વોશિંગ્ટનને 9 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 10 ઓવરમાં માત્ર 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.

રોહિત-ઈશાને સારી શરૂઆત અપાવી હતી

નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા ખાસ કરીને મુક્તપણે બેટિંગ કરતો હતો અને ઈશાન તેને સ્ટ્રાઈક આપતો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ ખરાબ બોલને બાઉન્ડ્રી પાર મોકલ્યા અને ભારતે માત્ર 8.1 ઓવરમાં 50 રન પૂરા કર્યા. ટીમ ઈન્ડિયાએ પહેલા પાવરપ્લેમાં 67 રન બનાવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોહિત શર્માએ 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, રોહિત શર્માએ અડધી સદી બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અલઝારી જોસેફની અંદર આવતા બોલ પર તે LBW આઉટ થયો હતો. આ પછી પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો અને તેણે સતત બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા પરંતુ ચોથા બોલ પર ખરાબ શોટથી તેની ઇનિંગનો અંત આવ્યો.

અલઝારીએ 14મી ઓવરમાં બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને આશા જગાવી હતી અને આ આશાને 17મી ઓવરમાં ઈશાન કિશનને અકીલ હુસૈન દ્વારા આઉટ કરીને પાંખો આપી હતી. પંત પણ કમનસીબ રીતે રનઆઉટ થયો હતો. જોકે, આ પછી સૂર્યકુમાર યાદવ અને નવોદિત દીપક હુડ્ડાએ 63 બોલમાં 62 રનની અજેય ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે જીત અપાવી હતી. સૂર્યકુમારે અણનમ 34 અને દીપક હુડ્ડાએ અણનમ 26 રન બનાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ U19 World Cup: અસલી મેચ ફિનીશર તો અહીં જોવા મળ્યો, ધોની સ્ટાઇલમાં દિનેશ બાનાએ જમાવ્યા છગ્ગા અને અપાવી જીત, 11 વર્ષમાં આવુ બીજીવાર બન્યુ

 

Published On - 7:42 pm, Sun, 6 February 22

Next Article