Ind vs Eng: મોટેરા સ્ટેડીયમમાં રમાશે મેચ, પણ કેટલા પ્રેક્ષકોની અપાઈ મંજુરી?

|

Feb 01, 2021 | 11:37 PM

Ind vs Eng : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી કોરોનાકાળમાં પ્રક્ષકો વગર જ મેચ રમાઈ છે. જો કે Ind vs Eng માટે BCCI એ સ્ટેડીયમમાં પ્રેક્ષકો બેસાડવાની મંજુરી આપતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાયો છે.

Ind vs Eng: મોટેરા સ્ટેડીયમમાં રમાશે મેચ, પણ કેટલા પ્રેક્ષકોની અપાઈ મંજુરી?
Motera Stadium

Follow us on

કોરોનાકાળમાં દેશમાં પ્રથમવાર દર્શકોની હાજરીમાં ક્રિકેટ મેચ યોજાશે અને અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ દર્શકોની ચિચકારીઓથી ગૂંજી ઉઠશે. જી હા કોરોનાકાળમાં ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ દર્શકોની હાજરી વચ્ચે રમાશે.

Ind vs Eng કેટલી મેચો રમાશે?
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં પાંચ T-20 મેચ રમાશે. આ મેચો પણ દર્શકોની પુરેપુરી હાજરી વચ્ચે રમાશે. મહત્વપૂર્ણ છે કે મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 7 ઇન્ટરનેશલન મેચ રમાશે. જેમાં 2 ટેસ્ટ અને 5 T-20 મેચનો સમાવેશ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્ટેડીયમમાં કેટલા પ્રેક્ષકોની મંજુરી ?
અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં Ind vs Eng ની ત્રીજી અને ચોથી મેચ રમાઈ શકે છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી કોરોનાકાળમાં પ્રક્ષકો વગર જ મેચ રમાઈ છે. જો કે Ind vs Eng માટે BCCI એ સ્ટેડીયમમાં પ્રેક્ષકો બેસાડવાની મંજુરી આપતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાયો છે. પરંતુ કોરોના સંક્રમણ હજી સંપૂર્ણ રીતે ટળ્યું નથી, જેને ધ્યાનમાં રાખતા BCCIએ 50% પ્રેક્ષકો બેસાડવાની જ મંજુરી આપી છે. Ind vs Eng માં પ્રથમ અને બીજી મેચમાં 50% પ્રક્ષકોની મંજુરી અપાઈ છે.

Next Article