ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત ને વરસાદે પ્રભાવિત કરી હતી. બીજા દિવસની રમતમાં વરસાદે વિક્ષેપ સર્જ્યા બાદ આજે પ્રથમ સેશનની શરુઆતે જ વરસાદે રમતનો સમય ખરાબ કર્યો હતો. ત્યાર બાદ ફરી એકવાર ટી બ્રેક બાદ શરુ થયેલા ત્રીજા સેશનની રમતની શરુઆતે જ વરસાદ વરસવો શરુ થઇ ગયો હતો. આમ વરસાદે ત્રીજુ સેશન ધોઇ નાંખ્યુ હતુ.
વરસાદે દિવસની શરુઆતે પણ પરેશાની સર્જી હતી. પરંતુ સમય ઓછો ખરાબ થયો હતો અને મેચ ઝડપ થી આગળ વધી હતી. જોકે આ દરમ્યાન કેટલીક ઓવરને ઘટાડી દેવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીય બેટીંગ ઇનીંગ વરસાદના સંકટ વચ્ચે હેમખેમ સમાપ્ત થઇ હતી. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડ સામે 95 રનની મજબૂત લીડ મેળવતી રમત રમી હતી.
ઇંગ્લેન્ડની બીજી બેટીંગ ઇનીંગ શરુ થવા સાથે જ વરસાદે મુશ્કેલીઓ સર્જવાની શરુઆત કરી હતી. કાળા ડિબાંગ વાદળો નોટિંગહામમાં છવાયા હતા. ત્યાર બાદ વરસાદ વરસવો શરુ થયો હતો. વરસાદ રોકાતા પહેલા તો થોડીકવાર મેચ શરુ કરવાની તૈયારીઓ કરાઇ હતી. પરંતુ ફરી એકવાર વરસાદ વરસતા મેચને આગળ વધારી શકાઇ નહોતી.જોકે વરસાદ તીવ્ર ગતીએ વરસવાને લઇને આખરે મેચને આગળ વધારવી મુશ્કેલ બની ગઇ હતી.
અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યુ હતુ અને બાદમાં મેચને સમાપ્ત ઘોષીત કરી દેવાઇ હતી. આમ હવે ચોથા દિવસની રમત શરુ થવાની રાહ નિરાશા સાથે જોનવા મજબૂર થવુ પડ્યુ હતુ.
ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 25 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ભારતીય લીડના આંકને પહોંચવા માટે ઇંગ્લેન્ડ હજુ 70 રન દુર છે. આમ ભારત ત્રીજા દિવસને અંતે મજબૂત સ્થિતીમાં જોવા મળી રહ્યુ છે. ચોથા દિવસે ભારતે દિવસના અંત પહેલા ઇંગ્લેન્ડને સમેટવા પ્રયાસ કરવો પડશે. ભારતીય બોલરોના હાથમાં હવે જીતની ચાવી છે. જે કમાલ હવે બોલરોએ કરી દેખાડવો પડશે.
ભારતીય ટીમે (Team India) 4 વિકેટે 125 રનના સ્કોર સાથે ની રમતને આજે ત્રીજા દિવસે આગળ વધારી હતી. ઇંગ્લેન્ડ પર ભારતે લીડ મેળવી લીધી હતી.ઓપનર કેએલ રાહુલ (KL Rahul) 214 બોલમાં 84 રની રમત રમી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર ભાગીદારી રમત રમી હતી અને ઇંગ્લેન્ડના સ્કોરને પાર કરતી રમત રમી હતી. રાહુલ 84 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ ભારતની લીડને આગળ વધારતી રમત રમી હતી. તેણે અર્ધશતકીય રમત રમી હતી.રવિન્દ્ર જાડેજાએ 86 બોલમાં 56 રન જાડેજાએ કર્યા હતા. આ દરમ્યાન તેણે 1 સિક્સ અને 8 ચોગ્ગા લગાવ્યા હતા.
ઇંગ્લીશ બોલરોએ ગઇકાલે ભારતની એક બાદ ચાર વિકેટ મેળવી હતી. બાદમાં આજે ફરી એકવાર ભારતીય બેટસમેનો પર દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ઓલી રોબિન્સને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ વિકેટ મેળવી હતી.
Published On - 11:09 pm, Fri, 6 August 21