IND vs BAN: રાજકોટમાં રોહિત શર્મા એક રન બનાવ્યા વગર પણ એક નવી સદી પુરી કરશે, જાણો કેવી રીતે

|

Nov 06, 2019 | 9:45 AM

ભારતીય ટીમ બીજી ટી-20 મેચ રમવા માટે રાજકોટ પહોંચી ચૂકી છે અને બંને ટીમોએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા રાજકોટમાં બાંગ્લાદેશની સામે ટોસ માટે ઉતરશે ત્યારે જ એક રેકોર્ડ બનાવશે. 7 નવેમ્બરે રમાનારી ટી-20 મેચમાં હિટમેનની ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી મેચ હશે. રોહિત શર્મા 100 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ […]

IND vs BAN: રાજકોટમાં રોહિત શર્મા એક રન બનાવ્યા વગર પણ એક નવી સદી પુરી કરશે, જાણો કેવી રીતે

Follow us on

ભારતીય ટીમ બીજી ટી-20 મેચ રમવા માટે રાજકોટ પહોંચી ચૂકી છે અને બંને ટીમોએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા રાજકોટમાં બાંગ્લાદેશની સામે ટોસ માટે ઉતરશે ત્યારે જ એક રેકોર્ડ બનાવશે. 7 નવેમ્બરે રમાનારી ટી-20 મેચમાં હિટમેનની ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી મેચ હશે. રોહિત શર્મા 100 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનારા પ્રથમ ભારતીય ક્રિકેટર બની જશે અને ઓવરઓલ તે દુનિયાના બીજા ક્રિકેટર બનશે.

રેકોર્ડ પર નજર કરવામાં આવે તો 100 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનારા પ્રથમ ખેલાડી પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિક છે. તેમના નામે હાલ 111 મેચ રમવાનો રેકોર્ડ છે. ત્યારબાદ રોહિત શર્મા અને પાકિસ્તાનના ખેલાડી શાહિદ આફ્રિદીનો નંબર આવે છે. આ બંને ખેલાડીઓના નામ 99-99 મેચ છે. ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે 98 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ છે. તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ક્રિકેટરોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રોહિત શર્મા (99 મેચ) અને ધોની(98 મેચ) ત્યારબાદ ઓલરાઉન્ડર સુરેશ રૈના (78 મેચ) અને કેપ્ટન વિરાટ કોહલી (72 મેચ)નો નંબર આવે છે. ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં યુવરાજસિંહ (57 મેચ)ની સાથે પાંચમાં નંબરે છે. જ્યારે ઓપનર શિખર ધવન (56 મેચ) છઠ્ઠા નંબર પર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોહિત શર્માએ હાલ 99 મેચમાં 2,452 રન બનાવ્યા છે. તે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે. કેપ્ટન વિરાટ કોહલી તેમનાથી થોડા પાછળ છે. વિરાટે 72 મેચમાં 2,450 રન બનાવ્યા છે. રોહિતે વિરાટનો રેકોર્ડ દિલ્હી ટી-20 મેચ દરમિયાન તોડી નાખ્યો હતો. રોહિત શર્માના નામે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર પણ દાખલ છે. તેમને 106 સિક્સર ફટકારી છે. તે સિવાય તેમને સૌથી વધારે 4 સદી પણ ફટકારી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article