6 ડિસેમ્બરે લીજેન્ડ્સ લીગ ક્રિકેટ(LLC) નો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ અન ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે થયો. આ જ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને ગુજરાતની ટીમ વતી રમી રહેલા પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત વચ્ચે બબાલ થઈ . આ બબાલ બાદમાં સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ. શ્રીસંતે એક બાદ એક વીડિયો શેર કર્યા. આ તરફ ગંભીરે પણ એક ટ્વીટ દ્વારા શ્રીસંતને ઈશારા-ઈશારામાં ઘણુ બધુ કહી દીધુ છે.
શ્રીસંતે LLCના મેચ બાદ એક વીડિયો જારી કરી કહ્યુ ગૌતમ ગંભીરનો વ્યવહાર મેચ દરમિયાન બરાબર ન હતો. બાદમાં શ્રીસંતે એક વીડિયો જારી કર્યો અને કહ્યુ કે ગૌતી મેચ દરમિયાન તેમને ફિક્સર ફિક્સર કહી રહ્યા હતા. ક્રિકેટ મેચ દરમિયાન ગંભીર અને શ્રીસંત એકબીજા સામે ઘણીવાર સુધી ઘુરતા પણ રહ્યા હતા. ગૌતમ ગંભીરની કેપ્ટન્સી ઈન્ડિયા કેપિટલ્સ અને પાર્થિવ પટેલ ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન્સી કરી રહ્યા હતા.
શ્રીસંતે એક વીડિયો જારી કર્યો અને કહ્યુ કે તે વીરેન્દ્ર સેહવાગ સહિત સિનિયર ખેલાડીઓનુ સન્માન નથી કરતા. એ મેચ દરમિયાન વારંવાર ઉશ્કેરણી કરે છે. તે વારંવાર એવુ કંઈકને કંઈક બોલી જતા તે ઘણુ અભદ્ર હતુ. જે ન કહેવુ જોઈએ. બીજી તરફ શ્રીસંતે બાદમાં એક વીડિયો શેર કર્યો અને કહ્યુ કે ગંભીર લાઈવ મેચ દરમિયાન વારંવાર તેને ફિક્સર ફિક્સર કરી રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે શ્રીસંતને 2013માં IPL સ્પોટ ફિક્સિંગના આરોપમાં આજીવન પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો. જો કે પાછળ તેના પર લાગેલા પ્રતિબંધને સાત વર્ષનો કરી દેવાયો હતો. હાલ શ્રીસંત લીજેન્ડ્સ લીગ ક્રિકેટ વતી રમી રહ્યા છે.
શ્રીસંતે વધુ એક નવો વીડિયો જારી કરી જણાવ્યુ કે તેમણે ગંભીરને વારંવાર પૂછ્યુ કે આખરે તો ફિક્સર ફિક્સર શા માટે કહે છે. શ્રીસંતે કહ્યુ કે મેદાન પર થયેલી બોલાચાલી બાદ એક નવો વીડિયો શેર કર્યો તો તેમને મીડિયાના અનેક ફોન આવવાનુ શરૂ થઈ ગયુ.
ગંભીરની આઈપીએલ 2023ની મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે 1 મે ના રોજ પણ બોલાચાલી થઈ હતી. આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે હતી.
શ્રીસંતનો વીડિયો મેસેજ સામે આવ્યા બાદ ગૌતમ ગંભીરે પણ એક ક્રિપ્ટીક મેસેજ શેર કર્યો. જેમાં ગંભીરે લખ્યુ જ્યારે સમગ્ર વિશ્વ એટેન્શન મેળવવા ઈચ્છે ત્યારે સ્માઈલ કરો. આ મેસેજ સાથે ગૌતમ ગંભીરે સ્માઈલ કરતો એક થ્રોબેક ફોટો પણ શેર કર્યો છે.
Smile when the world is all about attention! pic.twitter.com/GCvbl7dpnX
— Gautam Gambhir (@GautamGambhir) December 7, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ગુજરાત જાયન્ટ્સ વતી રમી રહેલા શ્રીસંતે છગ્ગા અને ચૌગ્ગા જડ્યા બાદ ઈન્ડિયા કેપિટલ્સના ગૌતમ ગંભીર તેની સામે ઘુરતા જોવા મળ્યા હતા. LLC એલિમિનેટર મેચમાં ગૌતમ ગંભીરના 30 બોલમાં 51 રન સાથે ઈન્ડિયા કેપિટલ્સે 20 ઓવરમાં 223/7 રન કર્યા. જ્યારે શ્રીસંતે ત્રણ ઓવરમાં 35 રન દઈ એક વિકેટ લીધી. જવાબમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 211/7 રન જ કરી શકી અને 12 રનથી હારી
મેચ બાદ શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમા તે ગૌતમ ગંભીર વિરુદ્ધ મેદાન પરની તેની ભડાસ કાઢતો જોવા મળ્યો. શ્રીસંતે કહ્યુ “મિસ્ટર ફાઈટર (ગૌતમ ગંભીરનું નામ લીધા વિના સંબોધન) સાથે જે થયુ તે અંગે હું બસ સ્પષ્ટતા કરવા ઈચ્છતો હતો.
તે હંમેશા તેના દરેક કલિગ સાથે ઝઘડો કરે છે. એ પણ વિના કોઈ કારણ. તે વિરુભાઈ સહિત અનેક સિનિયર ખેલાડીઓનું પણ સન્માન નથી કરતા. આજે પણ એવુ જ થયુ. તે વારંવાર ઉશ્કેરી રહ્યા હતા. તે કંઈકને કંઈક બોલી રહ્યા હતા જે ઘણુ અભદ્ર હતુ. જે ગંભીરે ન કરવુ જોઈએ.
શ્રીસંતે કહ્યુ મારો પરિવાર, મારુ રાજ્ય અને પરિવારના લોકો ઘણુ બધુ સહન કરી ચુક્યા છે. એ લડાઈ તમારા સહુના સમર્થનથી હું લડ્યો. હવે લોકો વિના કોઈ કારણ મને નીચા દેખાડી રહ્યા છે. તેમણે એવી વાતો કરી જે કરવી ન જોઈએ.
6… 4… Showdown! Watch till the end for Gambhir Sreesanth.
.
.#LegendsOnFanCode @llct20 pic.twitter.com/SDaIw1LXZP— FanCode (@FanCode) December 6, 2023
આ પણ વાંચો: જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય
એસ શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વન ડે અને 10 ટી-20 ઈન્ટરનેશનલ રમી. આ દરમિયાન તેમણે કુલ 169 વિકેટ લીધી હતી. જ્યારે ગંભીરે ભારત માટે સ528 ટેસ્ટમાં 4154 રન બનાવ્યા. તો 147 વન ડેમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા. જ્યારે 37 ટી-20 ઈન્ટરનેશલમાં ગંભીરે 27.41 એવરેજથી 932 રન બનાવ્યા હતા. ગૌતમ ગંભીરે ટી-20 વર્લ્ડ કપ 2007 અને વન ડે વર્લ્ડ કપ 2011ની વિજેતા ટીમમાં પણ સામેલ હતા. જ્યારે શ્રીસંત પણ આ બંને વર્લ્ડ કપ સમયે ટીમમાં સામેલ હતા.
Published On - 5:06 pm, Thu, 7 December 23