હાર્ટ અટેકથી હાર્દિક અને કુણાલ પંડ્યાના પિતાનું થયું નિધન

|

Jan 16, 2021 | 10:32 AM

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું તેમના ઘરે અચાનક હાર્ટ એટેકથી નિધન થયું છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું તેમના ઘરે અચાનક હાર્ટ એટેકથી નિધન થયું છે. આ સમાચાર જેવા કુણાલ પંડ્યાને મળ્યા તેઓ તરત જ બરોડાની ટીમના બાયો બબલ વાતાવરણને છોડીને ઘરે જવા રવાના થઇ ગયા. કુણાલ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યા હતા. પરંતુ તેઓ હવે આગળ આ ટૂર્નામેન્ટ નહીં રમી શકે.

આર્થિક તંગી છતાં હાર્દિક અને કુણાલને કિરણ મોરે એકેડમીમાં એડમીશન આપવ્યું

આર્થિક તંગી હોવા છતાં ક્રિકેટ માટે પિતાએ આપી હતી પ્રેરણા

હાર્દિકના પિતા સુરતમાં ફાયનાન્સનો બિઝનેશ કરતા હતા. જ્યારે હાર્દિક પાંચ વર્ષનો હતો ત્યારે 1998માં તેમણે આ બિઝનેશ બંદ કરીને વડોદરા આવવું પડ્યું હતું. હાર્દિકના પિતા ક્રિકેટપ્રેમી હતા. તેઓએ હાર્દિક અને કુણાલને ક્રિકેટ માટે ખુબ પ્રેરણા આપી હતી. આર્થિક તંગી હોવા છતાં પણ હિમાંશુ પંડ્યા એ હાર્દિક અને કુણાલને કિરણ મોરે એકેડમીમાં એડમીશન આપવ્યું હતું. ઘોરણ 9માં નાપાસ થયા બાદ હાર્દિકે પોતાનું પૂરું ફોકસ ક્રિકેટ પર આપ્યું હતું. 6 મહિના પહેલા જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ સમાચાર સાંભળીને પિતા હિમાંશુ પંડ્યા તાત્કાલિક હોસ્પિટલ પહોચી ગયા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો.

કુણાલ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યા હતા

કુણાલ પંડ્યા ટુર્નામેન્ટ છોડી ઘરે જવા રવાના 

ન્યૂઝ એજન્સી દ્વારા મળેલી માહિતી અનુસાર બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ શિશીર હતંગડીએ કહ્યું, “હા, ક્રૃણાલ પંડ્યા વ્યક્તિગત કારણોસર ટીમનું બાયો બબલ છોડી ગયા છે. હવે તેઓ ઘરે જવા માટે રવાના થઈ ગયા છે.”

ક્રુણલ પંડ્યા હાલમાં ચાલી રહેલી સૈયદ મુસ્તાક અલી ટી 20 ટ્રોફીમાં બરોડાની ટીમ માટે રહ્યા હતા. તેમણે ઉત્તરાખંડ સામેની પ્રથમ મેચમાં 4 વિકેટ લીધી હતી અને તેમજ 76 રન પણ બનાવ્યા હતા. બરોડાએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી લીધી છે. હાર્દિક પંડ્યા હાલમાં ઘરે ઇંગ્લેન્ડ સામેની આગામી લીમીટેડ ઓવર્સ ક્રિકેટ સિરીઝની તૈયારી કરી રહ્યા હતા.

Published On - 10:23 am, Sat, 16 January 21

Next Video