
IPLની 51મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે છે. બંને વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેણે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. ગુજરાત માટે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની અડધી સદી ફટકારી હતી. ગિલે 51 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. તેણે 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 12 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો.
તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. લખનૌ તરફથી મોહસીન ખાન અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : GT vs LSG IPL Match LIVE Score: ગુજરાતે લખનૌને આપ્યો 228 રનનો ટાર્ગેટ, શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની તોફાની અડધી સદી
Innings Break!@gujarat_titans post a massive total of 227/2 on the board.#LSG chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/DEuRiNeIOF #TATAIPL #GTvLSG #IPL2023 pic.twitter.com/gZtj713tph
— IndianPremierLeague (@IPL) May 7, 2023
38 વર્ષના સાહા માટે આ ઇનિંગ ખૂબ જ ખાસ છે. તે છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ફેબ્રુઆરી 2022માં ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી તે પાછો ફર્યો નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમમાં વિકેટકીપરની કમી હોવાના કારણે તેની વાપસીની શક્યતાઓ દેખાઈ શકે છે.
ઋષભ પંત ઈજાના કારણે પહેલાથી જ બહાર હતો, જ્યારે બેકઅપ કીપર તરીકે હાજર રહેલા કેએલ રાહુલ પણ આ ફાઈનલમાં નહીં રમે. હવે ટીમ ઈન્ડિયામાં માત્ર કેએસ ભરત જ હાજર છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને બેકઅપ કીપરની જરૂર પડશે. જો કે ભારત પાસે ઇશાન કિશન અને સંજુ સેમસન જેવા યુવા વિકલ્પો છે પરંતુ તેમાંથી એકેય ટેસ્ટ રમ્યો નથી. આવી સ્થિતિમાં સાહાના રૂપમાં અનુભવી કીપર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ, હાર્દિક પંડ્યા , વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડિકોક, કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઇનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 5:15 pm, Sun, 7 May 23