
IPLની 51મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે હતી. બંને વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌના કેપ્ટન કૃણાલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન જ બનાવી શકી હતી.
ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપરજાયન્ટ્સને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેણે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. ગુજરાત માટે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની અડધી સદી ફટકારી હતી. ગિલે 51 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. તેણે 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 12 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. લખનૌ તરફથી મોહસીન ખાન અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ભાઈ-ભાઈ’, ગુજરાતે લખનૌને આપ્યો વિશાળ ટાર્ગેટ, ટાઇટન્સનો IPLમાં હાઈએસ્ટ સ્કોર
ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 56 રને જોરદાર જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ પાક્કું કરી લીધું હતું. તેના 11 મેચમાં 16 પોઈન્ટ છે. ગુજરાતનો આ આઠમો વિજય છે. તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ લખનૌની 11 મેચમાં આ પાંચમી હાર છે. તેને પાંચ જીત મળી છે. એક મેચમાં પરિણામ આવ્યું નથી. લખનૌના 11 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે.
લખનૌના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન જ બનાવી શકી હતી. IPLમાં પહેલીવાર બે ભાઈઓ એકબીજા સામે કેપ્ટનશિપ કરતા જોવા મળ્યા હતા. હાર્દિકે કૃણાલને હરાવીને પહેલી ગેમ જીતી લીધી છે.ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં 16 અંક સાથે ટોપ પર ,મોહિત શર્માની ચાર, શમી-રાશીદ-નૂરની એક-એક વિકેટ,રાશીદ ખાને મેયર્સનો જોરદાર કેચ પકડ્યો, જે મેચમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો ,ડી કોકના લડાયક 70, મેયર્સના 48 રનકૃણાલ પંડયા સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ થઈ શર્મનાક રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ, હાર્દિક પંડ્યા , વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડિકોક, કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઇનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:24 pm, Sun, 7 May 23