ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019ની ઉદ્ધાટન મેચ આજે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે ‘ધ ઓવલ’ મેદાન પર રમાશે. સર્ચ એન્જિન ગૂગલે પણ માની લીધુ કે આ વખતે વલ્ડૅકપમાં ઝડપી બોલરોનો દબદબો રહેશે. ક્રિકેટના આ મહાકુંભનો જશ્ન મનાવવા માટે ગૂગલે ખાસ એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે.
આ એનિમેટેડ ડૂડલમાં બતાવવામાં આવ્યું છે કે ઝડપી બોલર બેટસમેનને ચોંકાવીને તેને ફિલ્ડરના હાથમાં કેચ આઉટ કરાવી દે છે. આ વખતે વલ્ડૅકપમાં 5 એવા ઝડપી બોલર છે. જેમની પર બધાની નજર રહેશે. તેમાં એક બોલર ભારતનો પણ છે.
વલ્ડૅકપમાં ઈંગ્લેન્ડની સુકી પિચ અને ત્યાંનું વાતાવરણ, ઝડપી બોલરો માટે વધારે પડકારરૂપ સાબિત થવાનું છે પણ 5 એવા ઝડપી બોલર છે, જે વલ્ડૅકપમાં બેટસમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે. તેમાં પ્રથમ ક્રમે કેગિસો રબાડા (દક્ષિણ આફ્રીકા), બીજા ક્રમે જસપ્રીત બુમરાહ (ભારત), ત્રીજા ક્રમે મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રલિયા), ચોથા ક્રમે હસન અલી (પાકિસ્તાન) અને પાંચમાં ક્રમે ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ) નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મોદીની મહિમા આગળ કોંગ્રેસ ઢેર, ફરી લીધો આત્મઘાતી નિર્ણય થઈ જશે જનતાથી દુર
આ ડૂડલ પર ક્લિક કરવાથી વલ્ડૅકપ મેચોની જાણકારી મળશે. સાથે જ મેચના સ્કોર અને ટીમથી જોડાયેલા જરૂરી ફેક્ટસ પણ મળશે. વલ્ડૅકપમાં ભારતની પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકાની સામે રમાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:44 am, Thu, 30 May 19