આ ગંભીર ખેલાડીએ સોશિયલ મીડિયા પર શૅર કરી ભીખ માંગતા એક પૂર્વ સૈનિકની તસવીર અને એક્શનમાં આવી ગઈ સરકાર

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીના કનૉટ પ્લેસમાં ભીખ માંગતા એક શખ્સને જોયા બાદ સંરક્ષણ મંત્રાલયને તેની મદદ કરવાનો અનુરોધ કર્યો છે. હકીકતમાં આ શખ્સે પોતે પૂર્વ સૈનિક હોવાનો દાવો કર્યો છે. તે યુદ્ધમાં પણ ભાગ લઈ ચુક્યો હાવોને તેણે દાવો કર્યો છે. ગૌતમ ગંભીરે આ શખ્સની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી અને કહ્યું કે તેમને […]

આ ગંભીર ખેલાડીએ સોશિયલ મીડિયા પર શૅર કરી ભીખ માંગતા એક પૂર્વ સૈનિકની તસવીર અને એક્શનમાં આવી ગઈ સરકાર
| Updated on: Feb 03, 2019 | 5:18 AM

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીના કનૉટ પ્લેસમાં ભીખ માંગતા એક શખ્સને જોયા બાદ સંરક્ષણ મંત્રાલયને તેની મદદ કરવાનો અનુરોધ કર્યો છે.

હકીકતમાં આ શખ્સે પોતે પૂર્વ સૈનિક હોવાનો દાવો કર્યો છે. તે યુદ્ધમાં પણ ભાગ લઈ ચુક્યો હાવોને તેણે દાવો કર્યો છે.

ગૌતમ ગંભીરે આ શખ્સની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી અને કહ્યું કે તેમને ટેક્નિકલ કારણોસર આર્મીનો સહયોગ ન મળ્યો. ગંભીરે ટ્વીટ કર્યું, ‘આ શ્રી પીતંબરન છે કે જેમણે 1965 અને 1971નું યુદ્ધ લડ્યુ હતું. આ વાત તેમના ઓળખ પત્રથી તપાસ કરી શકાય છે. તેમનો દાવો છે કે ટેક્નિકલ કારણોથી તેમને આર્મી પાસેથી સમર્થન ન મળી શક્યું.’

આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

આ પણ વાંચો : જે ARMY પર તમને ગર્વ છે, જેનું નામ સાંભળતા જ છાતી ગજ-ગજ ફૂલી જાય છે, તેનો અર્થ જાણો છો ? ક્યાંથી આવ્યો ARMY શબ્દ ? તમારું GK વધારે તેવી ખબર છે આ, જરૂર વાંચો

ગૌતમ ગંભીરની પોસ્ટ બાદ સંરક્ષણ મંત્રાલયે વિશ્વાસ અપાવ્યો કે ટૂંકમાં જ યોગ્ય પગલા ભરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, ‘અમે આપના (ગૌતમ ગંભીર) તરફથી જાહેર કરાયેલી ચિંતા સમજીએ છીએ અને વિશ્વાસ અપાવીએ છીએ કે શીઘ્ર અને સંપૂર્ણ જવાબ આપવામાં આવશે.’

ત્યાર બાદ ગૌતમ ગંભીરે પોતાનુ જૂનું ટ્વીટ હટાવતા વધુ એક ટ્વીટ કરી જણાવ્યું કે તેમને માહિતી અપાઈ છે કે કઈ રીતે ભારતીય સેનાએ પીતંબરનનું ધ્યાન રાખ્યું છે. ગંભીરે લખ્યું, ‘આભાર, મને જણાવવા માટે કે આપે મિસ્ટર પીતંબરનનું ધ્યાન રાખ્યું. તેમના હિપ રિપ્લેસમેંટથી લઈ રાજ્ય સૈનિક બોર્ડથી મળતી માસિક મદદ સુધી, તેમણે દરેક રીતે ખ્યાલ રાખ્યો છે. આભાર.’

[yop_poll id=1017]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]