વિશ્વ કપમાં આ ખેલાડીએ તોડી દીધો રોહિત શર્મા, ક્રિસ ગેઈલ અને ડિવિલિયર્સનો રેકોર્ડ!

ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને(Eoin Morgan) ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર અફગાનિસ્તાનની સામે 148 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ માટે આવેલી ઈંગ્લેન્ડ(England)ની ટીમે મોર્ગનની તોફાની ઈનિંગની મદદથી 50 ઓવરમાં 397 રન 6 વિકેટો ગુમાવીને બનાવ્યા હતા. કેપ્ટન ઈયોન મોર્ગને148 રનની ધમાકેદાર ઈનિંગમાં 4 ફોર અને 17 સિક્સર ફટકારી હતી. મોર્ગને 57 બોલમાં સદી […]

વિશ્વ કપમાં આ ખેલાડીએ તોડી દીધો રોહિત શર્મા, ક્રિસ ગેઈલ અને ડિવિલિયર્સનો રેકોર્ડ!
| Updated on: Jun 19, 2019 | 2:25 AM

ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને(Eoin Morgan) ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર અફગાનિસ્તાનની સામે 148 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ માટે આવેલી ઈંગ્લેન્ડ(England)ની ટીમે મોર્ગનની તોફાની ઈનિંગની મદદથી 50 ઓવરમાં 397 રન 6 વિકેટો ગુમાવીને બનાવ્યા હતા.

કેપ્ટન ઈયોન મોર્ગને148 રનની ધમાકેદાર ઈનિંગમાં 4 ફોર અને 17 સિક્સર ફટકારી હતી. મોર્ગને 57 બોલમાં સદી પુરી કરી હતી, ત્યારબાદ તેમને 71 બોલમાં 148 રન બનાવ્યા હતા. તે પછી તે ગુલબદીન નાઈબના બોલ પર આઉટ થયા હતા. ઈયોન મોર્ગને 57 બોલમાં વન-ડે ઈન્ટરનેશનલમાં તેમની 13મી સદી પુરી કરી હતી. 211મી વન-ડેમાં મોર્ગને 50 રન 36 બોલમાં બનાવ્યા હતા પણ ત્યારબાદ 50 રન માત્ર 21 બોલમાં પુરા કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વન-ડે ઈન્ટરનેશનલમાં એક ઈનિંગમાં સૌથી વધારે સિક્સર ફટકારવાની વાત કરીએ તો મોર્ગને આ વલ્ડૅ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમને 17 સિક્સર ફટકારીને રોહિત શર્મા(Rohit Sharma), એબી ડિવિલિયર્સ(Ab De Villiers) અને ક્રિસ ગેઈલ(Chris Gayle)નો રેકોર્ડ તોડી દીધો છે. આ ત્રણે ખેલાડીઓએ એક ઈનિંગમાં 16-16 સિક્સર ફટાકરી છે. ઈયોન મોર્ગન (ઈંગ્લેન્ડ) 17 સિક્સર, રોહિત શર્મા (ભારત) 16 સિક્સર, એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા) 16 સિક્સર, ક્રિસ ગેઈલ (વેસ્ટ ઈન્ડીઝ) 16 સિક્સર ફટકારી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય ઈયોન મોર્ગને વિશ્વ કપમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારી હતી. વિશ્વ કપમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારવામાં મોર્ગનની આગળ એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ અને કેવિન ઓબ્રાયન છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]