
પવનને 18 વર્ષની ઉંમરે જવાબદારી લેવી પડી હતી. તેમના પિતાની પ્લાસ્ટિક રિસાયક્લિંગ ફેક્ટરી બંધ થઈ ગઈ, જેના કારણે પરિવારનું ગુજરાન નાની કરિયાણાની દુકાનમાંથી મળેલી કમાણી પર ઘર ચાલતુ. પવને બાદમાં કબડ્ડીને કારણે ભારતીય રેલ્વેમાં TTE તરીકે નોકરી મળી ત્યારે તેણે કોલેજ છોડી દીધી. એકવાર તેની આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો, પવને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું.

હાલ પવન કબડ્ડીની સાથે સિનિયર્સમાં ભારતીય રેલ્વેનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેણે વર્ષોથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. તે થોડા વર્ષો પહેલા ડિફેન્ડર તરીકે રમી રહ્યો હતો. તેણે રેલવેની ટીમમાં જ રેઈડરની નવી ભૂમિકા ભજવી હતી. પવન ત્યાં તેના પ્રદર્શનથી પ્રભાવશાળી રહ્યો છે. પવન કુમાર સેહરવતે તાજેતરમાં એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમની કપ્તાની સંભાળી હતી. અહીં ફાઈનલ મેચમાં ભારતે ઈરાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Published On - 3:39 pm, Wed, 29 November 23