Para Athletics Championships : ભારતની દીપ્તિએ જાપાનમાં ઇતિહાસ રચ્યો, પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ વીડિયો

ભારતની દીપ્તિ જીવનજીએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપ્તિએ જાપાનના કોબેમાં પેરા એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.

Para Athletics Championships : ભારતની દીપ્તિએ જાપાનમાં ઇતિહાસ રચ્યો, પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ વીડિયો
| Updated on: May 20, 2024 | 4:55 PM

ભારતની દીપ્તિએ જાપાનના કોબેમાં 20 મે 2024ના રોજ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાની 400 મીટર ટી20 રેસમાં 55.07 સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપ્તિએ આ સાથે પેરિસ ઓલમ્પિક બાદ રમાનાર પેરાઓલિમ્પિક માટે પ્રવેશ મેળવી લીધો છે. પેરા વર્લ્ડ ચેમ્પિયનશીપની ટ્રૈક સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

દીપ્તિએ અમેરિકાની બ્રિયાના ક્લાર્કનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

દીપ્તિએ અમેરિકાની બ્રિયાના ક્લાર્કનો 55.12 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. બ્રિયાના ક્લાર્કએ ગત્ત વર્ષ પેરિસમાં 55.12 સેકન્ડનો સમય લીધો હતો. આ પહેલા દીપ્તિએ રવિવાર 19 મેના રોજ 56.18 સેકન્ડનો સમય સાથે રેકોર્ડ બનાવી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું અને પેરિસ 2024 માટે કોટા મેળવી લીધો છે. ટી20 વર્ગની રેસ બૌદ્ધિક રુપથી અક્ષમ ખેલાડીઓ માટે હોય છે.

 

 

ભારતે અત્યાર સુધી 4 મેડલ જીત્યા

આ પહેલા પેરા એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2024માં ભારતની પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર ટી35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2024માં અત્યારસુધી એક ગોલ્ડ મેડલ , એક સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની છેલ્લી સીઝનમાં ભારતે 3 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 10 મેડલ જીત્યા હતા. વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપ 25 મે 2024 સુધી રમાશે.

 

 

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 શુક્રવાર 17 મેથી શરૂ થઈ છે અને ચેમ્પિયનશિપ 25 મે, શનિવારે સમાપ્ત થશે. દીપ્તિની આ જીત સાથે ખેલાડીઓ સહિત દિગ્ગજો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો : Lok Sabha Elections 2024 : સચિન તેંડુલકર, સૂર્યકુમાર યાદવ અને અજિંક્ય રહાણેએ મતદાન કર્યું, જુઓ ફોટો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો