CWG 2022, Wrestling: દીપક પુનિયા પાકિસ્તાની રેસલરને પછાડી મેળવી ‘ગોલ્ડન’ જીત, ભારતને વધુ એક સુવર્ણ પદક અપાવ્યો

|

Aug 06, 2022 | 12:31 AM

ભારતના દીપક પુનિયાએ પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને 86 કિગ્રા ગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

CWG 2022, Wrestling: દીપક પુનિયા પાકિસ્તાની રેસલરને પછાડી મેળવી ગોલ્ડન જીત, ભારતને વધુ એક સુવર્ણ પદક અપાવ્યો
Deepak Punia એ જીત્યો ગોલ્ડ મેડલ

Follow us on

ભારતના દીપક પુનિયા (Deepak Punia)કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) ની પુરુષોની 86 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પાકિસ્તાની કુસ્તીબાજ મોહમ્મદ ઇનામબ બટ્ટને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇનામ પાસે કોમનવેલ્થ મેડલ છે, પરંતુ દીપકે આ મેચમાં તેના અનુભવને ચાલવા ન દીધો અને એકતરફી મેચમાં હાર આપી. ઇનામ ખૂબ જ રક્ષણાત્મક રમત રમતો જોવા મળી રહ્યો હતો. આમ દીપકે પાકિસ્તાનને રેસલીંગમાં પણ પછાડીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ટક્કરને લઈ ખૂબ જ આકર્ષણ જોવા મળી રહ્યુ હતુ. દીપક પાસે ભારતીય ચાહકોને પણ ખૂબ જ આશા હતી અને જે તેણે પુરી કરી હતી.

દીપકે શાનદાર શરૂઆત કરી અને પાકિસ્તાની ખેલાડીને સ્લેમ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઈનામે આ દાવને સફળ થવા દીધો નહીં. બંને ખેલાડીઓ સતત પ્રયાસ કરતા રહ્યા પરંતુ કોઈને સફળતા ન મળી. જોકે દીપક એક પોઈન્ટ લેવામાં સફળ રહ્યો હતો. પાકિસ્તાની કુસ્તીબાજો રક્ષણાત્મક રમતા હતા અને તેથી રેફરી દ્વારા તેમને નિષ્ક્રિયતા અંગે ચેતવણી આપવામાં આવી હતી અને એક પોઈન્ટ દીપકના હિસ્સામાં પણ આવ્યો હતો. દીપકે પ્રથમ રાઉન્ડમાં 2-0થી લીડ મેળવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઈનામ પરત ફરી શક્યો જ નહીં

બીજા રાઉન્ડમાં ઇનામ ફરીથી રક્ષણાત્મક હતો અને દીપકના દાવથી ભાગતો જોવા મળી રહ્યો હતો. દીપકે ફરીથી બીજો પોઈન્ટ લીધો જેનાથી સ્કોર 3-0 થયો. અહીંથી દીપકે પાછું વળીને જોયું નથી. તેની સામે ઈનામ ખૂબ જ ડરી ગયેલો અને રક્ષણાત્મક દેખાયો, જેનો ફાયદો દીપકને થયો.

આવી રહી સફર

દીપક પુનિયાની સુવર્ણ યાત્રાની શરૂઆત આસાન નહોતી. ગરીબ પરિવારના દીપક પુનિયાને તેની પહેલી દંગલ જીતવા માટે માત્ર 5 રૂપિયા મળ્યા હતા. જોકે તેણે તેને સકારાત્મક રીતે લીધો અને સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું. દીપક પુનિયાના પિતા દૂધ વેચે છે અને તેમણે તેમના પુત્રની પ્રેક્ટિસમાં ક્યારેય ઘટાડો થવા દીધો નથી. દીપક પુનિયાએ પાંચ વર્ષની ઉંમરે કુસ્તીની શરૂઆત કરી હતી અને તેની સફળતામાં બજરંગ પુનિયાનો પણ મોટો હાથ છે. બજરંગ અને દીપકની ટેક્નિક એકદમ સમાન છે.

ઓલિમ્પિકમાં થઈ હતી ચૂક

દીપક પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ બ્રોન્ઝ મેડલની મેચ તેના હાથમાંથી નીકળી ગયો હતો. એક સમયે આ ખેલાડી 2-1થી આગળ હતો પરંતુ છેલ્લી ક્ષણે તેનું દીલ તૂટી ગયું અને તે 2-3થી ઓલિમ્પિક મેડલ ચૂકી ગયો. જો કે હવે આ ખેલાડીએ કોમનવેલ્થમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. દીપક પુનિયા સેનામાં ફરજ બજાવે છે અને સિનિયર ટૂર્નામેન્ટમાં આ તેનો પહેલો ગોલ્ડ મેડલ છે. દીપક પુનિયાએ એશિયન ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે પુનિયાએ પોતાના સુવર્ણકાળનો દીપક પ્રગટાવ્યો છે.

Published On - 11:50 pm, Fri, 5 August 22

Next Article