CSK VS RCB, IPL 2021 LIVE SCORE : બેંગ્લોરની સામે ચેન્નઈએ દેખાડી તાકાત, CSK જીત સાથે ટોપ પર

|

Mar 10, 2022 | 7:00 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે.

CSK VS RCB, IPL 2021 LIVE SCORE : બેંગ્લોરની સામે ચેન્નઈએ દેખાડી તાકાત, CSK જીત સાથે ટોપ પર
CSK VS RCB

Follow us on

શારજાહનું નાનકડું મેદાન આજે વિરાટ અને ધોની (Virat vs Dhoni) વચ્ચેની મોટી ટક્કરનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. IPL 2021 ની 35 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) સામે છે. શારજાહનું નાનકડું મેદાન આજે વિરાટ અને ધોની (Virat vs Dhoni) વચ્ચેની મોટી ટક્કરનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.આજની મેચ જીતવી RCB માટે માત્ર CSK સાથે બરાબરી કરવા માટે જ નહીં. પણ પ્લેઓફની રેસમાં રહેવા માટે પણ જરૂરી છે.

IPL 2021 ની 35 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ (RCB vs CSK) સામસામે છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આ સિઝનની આ પ્રથમ મેચ છે. પોઇન્ટ ટેબલમાં બંને ટીમો એકબીજાની નજીક છે. ચેન્નાઇ 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લોર 10 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

છેલ્લી વખત આ સિઝનમાં ચેન્નાઇએ બેંગલોરને બે ટીમોની ટક્કરમાં હરાવ્યું હતું. વિરાટ કોહલીની ટીમ તે નુકશાન ભરપાઈ કરવાના અને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના ઈરાદા સાથે આવશે. ટીમને છેલ્લી મેચમાં કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો
Plant In Pot : ઘરે આ રીતે ગુલાબ ઉગાડશો તો ફૂલોનો થઈ જશે ઢગલો
આજનું રાશિફળ તારીખ : 14-03-2025

જો આપણે બંને ટીમો વચ્ચેના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો CSK નો ઉપરનો હાથ જોવા મળે છે. CSK એ અત્યાર સુધી 27 મેચમાં 17 જીત મેળવી છે. આ સાથે જ 9 મેચ RCB ના નામે કરવામાં આવી છે. જોકે, છેલ્લી 5 મેચમાં RCB CSK સામે 2 મેચ જીતવામાં સફળ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આજે વિરાટ અને ધોનીમાં શારજાહનો સમ્રાટ કોણ બને છે. KKR સામે છેલ્લી મેચમાં RCB ની હારનું સૌથી મોટું કારણ તેમની બેટિંગ હતી. આખી ટીમ 100 રનનો આંકડો પણ બનાવી શકી નહોતી.

Published On - 6:24 pm, Fri, 24 September 21