વિશ્વ કપમાં એવું તો શું થયું કે રવિન્દ્ર જાડેજાના બહેન થઈ ગયા નારાજ!

વિશ્વ કપ ચાલી રહ્યો છે અને તેમાં ગુજરાતના 3 ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાને લઈને તેમની બહેને એક મોટું નિવેદન આપ્યું છે. હાલ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન તો આપવામાં આવ્યું છે પણ તેને કોઈપણ તક પોતાના પ્રદર્શન માટે આપવામાં આવી નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વિશ્વ કપમાં એવું તો શું થયું કે રવિન્દ્ર જાડેજાના બહેન થઈ ગયા નારાજ!
| Updated on: Jul 02, 2019 | 2:44 PM

વિશ્વ કપ ચાલી રહ્યો છે અને તેમાં ગુજરાતના 3 ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાને લઈને તેમની બહેને એક મોટું નિવેદન આપ્યું છે. હાલ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન તો આપવામાં આવ્યું છે પણ તેને કોઈપણ તક પોતાના પ્રદર્શન માટે આપવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી

ભારત સાતથી વધારે મુકાબલાઓ રમી ચૂક્યું છે તો પણ રવિન્દ્ર જાડેજાને ઓલ-રાઉન્ડર હોવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ વાતથી તેમના બહેન નારાજ થઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રવિન્દ્ર જાડેજાના બહને નયના જાડેજાએ નારાજગીને લઈને કારણ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે બીજા ખેલાડીઓ સારી રીતે પ્રદર્શન નથી કરી રહ્યાં તો શા માટે રવિન્દ્ર જાડેજાની અવગણના કરવામાં આવી રહી છે. જાડેજાની પાસે 10 વર્ષનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે. તેમણે વધુમાં કહ્યું કે રવિન્દ્ર જાડેજા આઈસીસી રેકિંગ નંબર 1 ઓલ રાઉન્ડર રહી ચૂક્યા છે અને તે સારી રીતે બોલિંગ પણ કરી શકે છે. છતાં પણ તેમની અવગણના મારી સમજણથી બહાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ રવિન્દ્ર જાડેજાને મોકો ન આપવા બદલ તેમના બહેન નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. તેઓએ રવિન્દ્ર જાડેજાને તક ન આપવી તેને અપમાનજનક ગણાવ્યું છે. હાલ રવિન્દ્ર જાડેજાને જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત હોય તો તેની અવેજીમાં ફિલ્ડીંગમાં ઉતારવામાં આવે છે. આજ સુધી વાર્મ અપ મેચ સિવાય રવિન્દ્ર જાડેજાને કોઈપણ મોકો આપવામાં આવ્યો નથી જે તેઓ પોતાનું પ્રદર્શન કરી શકે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]