અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી આ TEAMને WORLD CUP પહેલા મળ્યો એક વિસ્ફોટક બૅટ્સમૅન, કર્યું એવું કારનામુ કે જે 200 વર્ષના ઇતિહાસમાં અગાઉ 1 જ વાર જ થયું છે

|

Feb 05, 2019 | 7:42 AM

ક્રિકેટના મેદાન પર પ્રાયઃ રેકૉર્ડ બનતા-તૂચટા રહે છે, પણ શ્રીલંકાના એક બૅટ્સમૅને એવું કારનામુ કરી હતાવ્યું કે જે 200 વર્ષના ઇતિહાસમાં અગાઉ એક જ વાર થયું છે. અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી શ્રીલંકા ક્રિકેટ ટીમને WORLD CUP 2019 પહેલા એંજેલો પરેરા તરીકે વિસ્ફોટક બૅટ્સમૅન મળી ગયો છે કે જેણે એક અદ્ભુત કારનામુ કર્યું છે. […]

અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી આ TEAMને WORLD CUP પહેલા મળ્યો એક વિસ્ફોટક બૅટ્સમૅન, કર્યું એવું કારનામુ કે જે 200 વર્ષના ઇતિહાસમાં અગાઉ 1 જ વાર જ થયું છે

Follow us on

ક્રિકેટના મેદાન પર પ્રાયઃ રેકૉર્ડ બનતા-તૂચટા રહે છે, પણ શ્રીલંકાના એક બૅટ્સમૅને એવું કારનામુ કરી હતાવ્યું કે જે 200 વર્ષના ઇતિહાસમાં અગાઉ એક જ વાર થયું છે.

ઑસ્ટ્રેલિયા સામેની એક મૅચ દરમિયાન પૅવેલિયનમાં બેઠેલા શ્રીલંકન ખેલાડીઓ દિનેશ ચાંદીમલ, લહિરુ થિરિમાને અને રાકેશ સિવા (ફાઇલ તસવીર)

અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી શ્રીલંકા ક્રિકેટ ટીમને WORLD CUP 2019 પહેલા એંજેલો પરેરા તરીકે વિસ્ફોટક બૅટ્સમૅન મળી ગયો છે કે જેણે એક અદ્ભુત કારનામુ કર્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

એક મૅચની બંને ઇનિંગમાં ડબલ સેંચ્યુરી ફટકારનાર શ્રીલંકન ક્રિકેટર એંજેલો પરેરા

એંજેલો પરેરાએ નૉનડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ તરફથી રમાતી 4 દિવસીય મૅચમાં બે ડબલ સેંચ્યુરી ઠોકી દીધી. પરેરારએ પ્રીયમિર લીગ ટૂર્નામેંટમાં સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ વિરુદ્ધ પહેલી ઇનિંગમાં 201 રન બનાવ્યા અને બીજી ઇનિંગામાં 231 રનની ધમાકેદાર બૅટિંગ કરી.

આ પણ વાંચો : WORLD CUP 2019 : ટીમ ઇન્ડિયામાં કોહલી, ધોની, રોહિત જેવા ખેલાડીઓની જગ્યા તો પાકી છે, પણ આ 15 ખેલાડીઓ વચ્ચે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવા માટે કાંટાની ટક્કર, SELECTORSની થશે આકરી કસોટી

આ સાથે જ એંજેલો પરેરાએ ઇંગ્લૅંડના ઑર્થર ફૅગના તે રેકૉર્ડની બરાબરી કરી લીધી કે જે ફૅગે 1938માં કેંટ તરફથી રમતા એસેક્સ વિરુદ્ધની મૅચમાં બનાવ્યો હતો. ફૅગે આ મૅચમાં એક ઇનિંગમાં 244 અને બીજી ઇનિંગમાં 202* રન બનાવ્યા હતાં.

ઇંટરનેશનલ બૉલરો સામે તોફાની બૅટિંગ

ઇંટરનેશનલ ક્રિકેટમાં બહુ સારું પ્રદર્શન નથી કરી શક્યો એંજેલો પરેરા (ફાઇલ તસવીર)

પરેરાએ ડબલ સેંચ્યુરી ધરાવતી આ ઇનિંગ્સ પી સારા ઓવ મેદાન પર રમી. તેણે ઇંટરનેશનલ બૉલરો ધમિકા પ્રસાદ અને સચિત્રા સેનાનાયક જેવા બૉલરો સામે વિસ્ફોટક બૅટિંગ કરી. ઑલરાઉંડર પરેરાનું ઇંટરનેશનલ ક્રિકેટમાં પ્રદર્શન ફીકુ રહ્યું અને એટલે જ તે આજે શ્રીલંકા ટીમનો નિયમિત ખેલાડી ન બની શક્યો. તેણે 2013માં વનડેમાં ડેબ્યુ કર્યુ હતું અને 4 મૅચમાં માત્ર 8 જ રન બનાવ્યા હતા. 2013માં જ પરેરાએ ટી-20 ઇંટરનેશનલમાં ડેબ્યુ કરતા 2 મૅચમાં 4 રન બનાવ્યા. બંને ફૉર્મેટમાં તેને એક પણ વિકેટ નહોતી મળી.

[yop_poll id=1092]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article