સિક્સર કિંગે ફરી મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત, સોશિયલ મીડિયામાં ફની મીમ્સ સાથે ટ્રેન્ડ થવા લાગ્યુ #YuvrajSingh

|

Nov 03, 2021 | 7:59 AM

તેણે 'તેરી મિટ્ટી' ગીત પર બેટિંગ કરતા તેનો આ વીડિયો એડિટ કરીને પોસ્ટ કર્યો છે. આ સમાચાર આવતાની સાથે જ #YuvrajSingh સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે.

સિક્સર કિંગે ફરી મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત, સોશિયલ મીડિયામાં ફની મીમ્સ સાથે ટ્રેન્ડ થવા લાગ્યુ #YuvrajSingh
Yuvraj Singh announces he will be comeback from retirement

Follow us on

T20 વર્લ્ડ કપ 2021 ભારતીય ચાહકો માટે કોઇ દુખદ સપનાથી ઓછું નથી. એક તરફ જ્યાં ભારતને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા યુવરાજે લખ્યું, “ભગવાન તમારું ભાગ્ય નક્કી કરે છે. જનતાની માંગ પર હું ફરી એકવાર ફેબ્રુઆરીમાં મેદાનમાં ઉતરીશ. મારા માટે આ લાગણી કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નહીં હોય. આ માટે હું દરેકનો આભારી રહીશ. ”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

યુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની 150 રનની ઈનિંગનો છે. તેણે ‘તેરી મિટ્ટી’ ગીત પર બેટિંગ કરતા તેનો આ વીડિયો એડિટ કરીને પોસ્ટ કર્યો છે. આ સમાચાર આવતાની સાથે જ #YuvrajSingh સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર ફની મીમ્સ શેર કરીને ફેન્સ પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિક્સર કિંગ યુવરાજ સિંહ વર્ષ 2007 અને 2011માં વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. 2011ના ક્રિકેટ વર્લ્ડ કપમાં તેણે બોલ અને બેટથી જોરદાર પ્રદર્શન કરીને ભારતને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજ સિંહે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી, તે ગ્લોબલ કેનેડા T20 લીગ અને રોડ સેફ્ટી સિરીઝમાં રમતા જોવા મળ્યો છે.

આ પણ વાંચો –

કાળી ચૌદશ શા માટે નરક ચૌદશ તરીકે ઓળખાય છે? શા માટે છે શરીર પર કચરો અને તેલ લગાવવાની પ્રથા

આ પણ વાંચો –

Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?

આ પણ વાંચો –

Maharashtra Farmer Suicide: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માત્ર 30 દિવસમાં 25 ખેડૂતોએ કરી આત્મહત્યા! જાણો કેમ અને શું છે સમગ્ર મામલો

Next Article