વીડિયો : રિંકૂ સિંહનો જોરદાર સ્વૈગ, સિક્સર ફટકારી ફોડયો મીડિયા બોક્સનો કાચ

પ્રથમ ઈનિંગની 18.4 ઓવરમાં રિંકૂ સિંહે સાઉથ આફ્રીકાના કેપ્ટનની બોલ પર શાનદાર સિક્સર ફટકાર્યો હતો. રિંકૂ ક્રિઝની આગળ આવીને ફટકારેલા આ શોટને કારણે બોલ બાઉન્ડ્રીને પાર ગયો હતો. રિંકૂ સિંહના આ સિક્સરને કારણે મીડિયા બોક્સનો કાચ તૂટયો હતો. જેના ફોટોસ અને સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

વીડિયો : રિંકૂ સિંહનો જોરદાર સ્વૈગ, સિક્સર ફટકારી ફોડયો મીડિયા બોક્સનો કાચ
Rinku Singh has broken the glass of media box with a six
| Updated on: Dec 12, 2023 | 10:52 PM

સાઉથ આફ્રીકાના ગકેબેરહામાં ભારત-સાઉથ આફ્રીકા વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ હતી. મેચ પર પહેલાથી જ વરસાદનો ખતરો હતો. પણ વરસાદ આવે તે પહેલા ભારતીય બેટર્સ સાઉથ આફ્રીકાની ધરતી પર સિક્સર ફટકારી રહ્યા હતા. જેમાંથી રિંકૂ સિંહનો સિક્સર સોશિયલ મીડિયા પર ચર્ચિત બન્યો છે.

પ્રથમ ઈનિંગની 18.4 ઓવરમાં રિંકૂ સિંહે સાઉથ આફ્રીકાના કેપ્ટનની બોલ પર શાનદાર સિક્સર ફટકાર્યો હતો. રિંકૂ ક્રિઝની આગળ આવીને ફટકારેલા આ શોટને કારણે બોલ બાઉન્ડ્રીને પાર ગયો હતો. રિંકૂ સિંહના આ સિક્સરને કારણે મીડિયા બોક્સનો કાચ તૂટયો હતો. જેના ફોટોસ અને સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ સિક્સર ફટકારી છવાઈ ગયો રિંકૂ

રિંકૂ સિંહે ટી20 ઈન્ટરનેશનની પ્રથમ ફિફટી ફટકારી હતી. તેણે સૂર્યુકુમાર યાદવ સાથે 70 રન, જીતેશ શર્મા સાથે 17 રન અને જાડેજા સાથે 38 રનની પાર્ટનરશીપ કરી હતી. વરસાદના વિઘ્ન આવ્યુ તે પહેલા તેણે 39 બોલમાં 68 રન ફટકાર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:43 pm, Tue, 12 December 23