
એશિયાના યુવા ખેલાડીઓ વચ્ચે આજથી દુબઈમાં ક્રિકેટનો જંગ શરૂ થઈ ગયો છે. ACC દ્વારા દુબઈમાં U19 એશિયા કપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શુક્રવારે બે મેચો રમાશે. પહેલી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જ્યારે બીજી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે દુબઈમાં શરૂ થઈ ગઈ છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અન્ડર 19 એશિયા કપની પહેલી મેચમાં ભારતના કેપ્ટન ઉદય સહારને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અફઘાન ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત અન્ડર 19 એશિયા કપમાં સૌથી વધુ વાર ચેમ્પિયન રહ્યું છે. આજની મેચમાં ભારત જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે.
અન્ડર 19 એશિયા કપની ભારતીય ટીમમાં ગુજરાતના કુલ ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં રાજકોટના બે જ્યારે નડિયાદ અને બીલીમોરાના એક ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. રાજકોટના પ્રિયાંશુ મોલીયા અને અંશ ગોસાઈ જ્યારે નડિયાદના રૂદ્ર મયુર પટેલ અને બીલીમોરાના રાજ લીંબાણીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
The toss went in favour of Team India, who elected to field first against Team Afghanistan and Team Pakistan won the toss and chose to field as well against Team Nepal.
Ind vs Afg live at: https://t.co/laVmvTrzvG
Pak vs Nep live at: https://t.co/H1VeDzeA8Z#ACCMensU19AsiaCup #ACC pic.twitter.com/mUdSoJThSw— AsianCricketCouncil (@ACCMedia1) December 8, 2023
અન્ડર 19 એશિયા કપની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માં બે ગુજરાતી ક્રિકેટરોને સામેલ કર્યા છે. રૂદ્ર મયુર પટેલ અને રાજ લીંબાણી આજની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી રહ્યા છે. જ્યારે પ્રિયાંશુ મોલીયા અને અંશ ગોસાઈને આજની મેચમાં પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. આગામી મેચમાં આ બંને ખેલાડીઓને પણ પ્લેઈંગ 11 માં સ્થાન મળી શકે છે.
ઉદય સહારન (કેપ્ટન),આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, રૂદ્ર પટેલ, સચિન ધાસ, અરવેલી અવનીશ, સૌમી પાંડે, મુરુગન અભિષેક, રાજ લીંબાણી, નમન તિવારી, મુશીર ખાન
આ પણ વાંચો: પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદને તેની જ ટીમે છોડી દીધો, જાણો હવે કઈ ટીમ તરફથી રમશે