બ્રેકિંગ ન્યૂઝ : અફઘાનિસ્તાનની 83 રનથી હાર, ભારત-પાકિસ્તાન એશિયા કપની સેમિફાઈનલ માટે ક્વોલિફાય

પાકિસ્તાને અફઘાનિસ્તાનને 83 રનથી હરાવી U19 એશિયા કપ 2023ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. અફઘાનિસ્તાન, 304 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 48.4 ઓવરમાં માત્ર 220 રન જ કરી શક્યું. આ સાથે જ ભારતની અંડર 19 ટીમે પણ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ : અફઘાનિસ્તાનની 83 રનથી હાર, ભારત-પાકિસ્તાન એશિયા કપની સેમિફાઈનલ માટે ક્વોલિફાય
| Updated on: Dec 12, 2023 | 7:35 PM

દુબઈમાં રમાઈ રહેલા અંડર 19 એશિયા કપમાં આજે 12 ડિસેમ્બરના રોજ રોમાંચક મેચો જોવા મળી હતી. નેપાળ સામેની મેચમાં 10 વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે ગ્રુપ એમાં ટોપનું સ્થાન મેળવ્યુ હતુ. પણ અફઘાનિસ્તાન સામેની મેચમાં 83 રનથી જીત મેળવીને પાકિસ્તાનની ટીમે ભારત પાસેથી નંબર 1નું સ્થાન છીનવી લીધુ હતુ. જોકે, બંને ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ છે.

અંડર 19 એશિયા કપની બંને સેમિફાઈનલ મેચ 15 ડિસેમ્બરના રોજ રમાશે. 13 ડિસેમ્બરે બાંગ્લાદેશ-શ્રીલંકા અને યુએઈ-જાપાન વચ્ચેની મેચ બાદ સેમિફાઈનનું ચિત્ર સ્પષ્ટ થશે. એક જ ગ્રુપમાં હોવાથી સેમિફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કરની સંભાવના નથી, જોકે, સેમિફાઈનલ મેચ જીતીને બંને ટીમો ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી શકે છે.

અફઘાનિસ્તાનની ટીમ થઈ ઓલઆઉટ

48-48 ઓવરની પાકિસ્તાન-અફઘાનિસ્તાનની મેચમાં પાકિસ્તાનની ટીમે ઓલઆઉટ થઈને 304 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અફઘાનિસ્તાનની ટીમે માત્ર 220 રન બનાવી શકી હતી. અફઘાનિસ્તાન સામે 75 રન અને 1 વિકેટ લેનાર શમીલ હુસૈન મેન ઓફ ધ મેચ બન્યો હતો.

એશિયા કપમાં ભારતનો દેખાવ કેવો રહ્યો ?

એશિયા કપમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે જીત સાથે પોતાના અભિયાનની શરુઆત કરી હતી. બીજી મેચમાં ભારતની અંડર 19 ટીમે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે ત્રીજી અને અંતિમ મેચમાં ભારતીય ટીમે નેપાળ સામે વિજય મેળવીને પોતાની જીત નિશ્ચિત કરી હતી.

રાજ લિંબાણી રહ્યો ટીમ ઈન્ડિયાનો હીરો

અંડર 19 એશિયા કપમાં ભારતે નેપાળને છેલ્લી લીગ મેચમાં હાર આપી હતી. ગુજ્જુ બોલર રાજ લિંબાણીએ નેપાળના 7 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આરાદ્ય શુક્લે 2 અને આર્શિન કુલકર્ણીએ 1 વિકેટ લીધી હતી. આ બોલરોની મદદથી ભારતે નેપાળને માત્ર 52 રન પર જ રોકી દીધું હતુ.ત્યારબાદ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા આદર્શ સિંહ 13 રન અને અર્શિન કુલકર્ણીએ 43 રન ફટકારી ભારતને આસાનીથી જીત અપાવી હતી.આ મેચમાં યુવા ફાસ્ટ બોલર રાજ લિંબાણી ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:11 pm, Tue, 12 December 23