ભારતની સેમિફાઈનલ અન્ટ્રી, શ્રીલંકાની હાર થતા મીમ્સ થયા વાયરલ જેને જોઈને તમે હસવાનું બંધ કરી શકશો નહિ

|

Nov 03, 2023 | 9:45 AM

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સાથેની મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે 302 રને જીત મેળવી છે. હવે લોકો સોશિયલ મીડિયા પર મીમ્સ દ્વારા શ્રીલંકન ટીમની મજાક ઉડાવી રહ્યા છે, શ્રીલંકાના 5 ખેલાડી તો માત્ર શૂન્ય રન પર પેવેલિયન ભેગા થયા હતા અને આ ટીમના ખેલાડીઓ સૌથી વધુ રન બનાવ્યા હોય તો તે છે રજિથા જેમણે માત્ર 14 રન પરતું શ્રીલંકાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

ભારતની સેમિફાઈનલ અન્ટ્રી, શ્રીલંકાની હાર થતા મીમ્સ થયા વાયરલ જેને જોઈને તમે હસવાનું બંધ કરી શકશો નહિ

Follow us on

વર્લ્ડકપ 2023ની 33મી મેચ અને પોતાની સાતમી મેચમાં ભારતે શ્રીલંકાને ખુબ ખરાબ રીતે હાર આપી છે. શ્રીલંકાની આખી ટીમ પત્તાની જેમ ઢળી પડી હતી અને ધમાકેદાર જીતની સાથે ભારત સતત ચોથી વખત વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા જેના માટે ત્રણ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.

શુભમન ગિલે 92 રન તો વિરાટ કોહલીએ 88 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરનું પણ 82 રનનું મહત્વનું યોગદાન જોવા મળ્યું હતુ.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

5 ખેલાડી શૂન્ય રન પર આઉટ થયા

હવે કુલ 358 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ મેદાન પર આવતા જ એક બાદ એક ખેલાડી આઉટ થવા લાગ્યા અને 5 ખેલાડી શૂન્ય રન પર આઉટ થયા હતા. જ્યારે 2 ખેલાડીઓએ 1-1 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ તરફથી સૌથી વધુ રન રજિથાએ બનાવ્યા હતા અને તે પણ 14 રન. ભારતે 302 રનથી શ્રીલંકા સામે જીત મેળવી હતી અને આ જીતમાં બોલર મોહમ્મદ શમીનું મહત્વનું યોગદાન રહ્યું છે.

જુઓ મીમ્સ

 

 

 

 

 

 

જેમણે 5 વિકેટ લઈ શ્રીલંકાની ટીમને ધુંટણીયે બેસાડી દીધી હતી. હવે સોશિયલ મીડિયા પર શમીના વખાણ થઈ રહ્યા છે. જ્યારે લોકોએ શ્રીલંકાની ટીમની મજાક ઉડાવાની કોઈ કમી બાકી રાખી નથી.

 

 

 

 

હવે ભારતની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે છે. 5 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડનના મેદાન પર રમાનારી આ મેચમાં જોવાનું રહેશે કે, ભારત કેવું પ્રદર્શન કરે છે. કારણ કે, સાઉથ આફ્રિકાની ટીમે આ વર્લ્ડ કપમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે.

આ પણ વાંચો : શ્રેયસ અય્યરે ફટકારી 106 મીટર લાંબી સિક્સર, રિતિકા અને ધનશ્રી સીટ છોડીને ભાગ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article