IPL 2022 Retention: સર્જાયો મોટો ઉલટ ફેર, સનરાઇઝર્સ હૈદરાબાદ રાશિદ ખાનને નહી કરે રિટેન, 3 અનકેપ્ડ ખેલાડીનુ ખુલ્યુ કિસ્મત, બનશે કરોડપતિ!

|

Nov 30, 2021 | 6:37 PM

IPL 2022 માટે કઇ ટીમ ક્યા ખેલાડીઓને રિટેન કરશે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે, પરંતુ તે પહેલા ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

1 / 5
IPL 2022ની મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા કઈ ટીમ ક્યા ખેલાડીને ટીમમાં રિટેન કરશે, તેનો નિર્ણય મંગળવારે રાત્રે થશે. પરંતુ રિટેન્શન (IPL 2022 Retention) ની જાહેરાત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad), રાજસ્થાન રોયલ્સ અને પંજાબના કેમ્પમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

2 / 5
રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સ જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સને રિટેન નહીં કરે. ઈજાના કારણે બંને ખેલાડીઓ IPL 2021 રમી શક્યા ન હતા જેના કારણે ફ્રેન્ચાઈઝીને નુકસાન થયું હતું.

3 / 5
સનરાઇઝર્સ હૈદરાબાદે રાશિદ ખાન (Rashid Khan) ને રિટેન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાશિદ ખાન ઇચ્છતો હતો કે તેને નંબર વન પર જાળવી રાખવામાં આવે પરંતુ સનરાઇઝર્સ તેના સ્થાને કેન વિલિયમસનને નંબર વન પર પસંદ કરી રહી છે.

4 / 5
અહેવાલો અનુસાર, સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ઝડપી બોલર ઉમરાન મલિક અને બેટ્સમેન અબ્દુલ સમદને રિટેન કરવા જઈ રહ્યું છે.

5 / 5
પંજાબ કિંગ્સ 2 ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે. જેમાં મયંક અગ્રવાલ અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ સામેલ છે. પંજાબ કિંગ્સ કેએલ રાહુલને રિલીઝ કરી રહી છે.

Published On - 6:29 pm, Tue, 30 November 21

Next Photo Gallery