
ODI વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. ટીમના પ્રદર્શન બાદ બાબરની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ બાબરે રાજીનામું આપી દીધું હતું. હવે પાકિસ્તાન ટીમના સિનિયર ખેલાડી ઈફ્તિખાર અહેમદે પણ બાબરની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવ્યા છે. તેણે જે કહ્યું તે આ સમયે પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પણ નથી પહોંચી શકી. આ ઉપરાંત ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ઈફ્તિખાર અહેમદે કહ્યું છે કે બાબરે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. ઈફ્તિખારે કહ્યું છે કે સારું કામ કર્યા પછી પણ બાબરે તેના પર વિશ્વાસ નહોતો કર્યો.
ઈફ્તિખારે કહ્યું છે કે તે તેની બેટિંગ તેમજ બોલિંગથી ટીમમાં યોગદાન આપી શકે છે અને કરી શકે છે, પરંતુ બાબરને તેની બોલિંગમાં વિશ્વાસ નહોતો. ઈફ્તિખારે ARY ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે બાબરને તેની બોલિંગ પર વિશ્વાસ નહોતો. ઈફ્તિખારે કહ્યું કે તે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સૌથી ઓછા રન આપનાર બોલર હતો, પરંતુ તેમ છતાં કેપ્ટને તેને વધારે બોલિંગ આપી ન હતી. ઈફ્તિખારે કહ્યું છે કે બાબરે તેને પૂરી 10 ઓવર ફેંકવા દીધી ન હતી. ઈફ્તિખારે ODIમાં 16 વિકેટ પોતાના નામે કરી છે અને 5.59ની ઈકોનોમીથી રન આપ્યા છે.
️ “I had the best economy rate in the World Cup. The skipper only gives 10 overs to someone he trusts” said Iftikhar Ahmed
Your thoughts on the statement? #BabarAzam #IftiMania pic.twitter.com/cC6dsOjSrr
— Alisha Imran (@Alishaimran111) December 5, 2023
ઈફ્તિખારે પણ જણાવ્યું કે તેણે આ મામલે બાબર સાથે વાત કરી હતી અને તેને સંપૂર્ણ 10 ઓવર બોલિંગ કરવા માટે કહ્યું હતું પરંતુ બાબરે તેમ ન કર્યું કારણ કે તેને તેના નિષ્ણાત બોલરોમાં વિશ્વાસ હતો. ઈફ્તિખારે કહ્યું છે કે તેણે સ્થાનિક ક્રિકેટમાં બોલિંગ કરી છે અને સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમ છતાં બાબરને તેના પર વિશ્વાસ નહોતો અને તેણે તેના નિષ્ણાત બોલરો – શાદાબ ખાન, મોહમ્મદ નવાઝને પ્રાથમિકતા આપી.
ઈફ્તિખારે ફર્સ્ટ ક્લાસમાં 69, લિસ્ટ-Aમાં 58 અને T20માં 59 વિકેટ લીધી છે. એટલે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે કુલ 186 વિકેટ લીધી છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 21 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું ધવનનું લગ્ન જીવન, સુપર હિટ ફિલ્મથી ઓછી નથી ધવનની લવસ્ટોરી