પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેમના બોર્ડ તરફથી અવાર નવાર સ્વમાનની વાતો કરવામાં આવતી હોય એવું સાંભળવા મળે છે. પરંતુ આખરે થાય તો એ જ છે, જે તેઓ ઈચ્છે એના વિરુદ્ધ. આવુ જ કંઈક ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યુ છે. જ્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓની હાલત દયાજનક સ્થિતિમાં જોવા મળી હશે. જે દ્રશ્ય પાકિસ્તાન ખેલાડીઓના જોવા મળ્યા છે, એવા કદાચ જ તમે કોઈ ક્રિકેટ ટીમના ખેલાડીઓના જોયા હશે.
હવે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાનારી છે. જેની શરુઆત આગામી 4 ડિસેમ્બરથી થનારી છે. જ્યારે બંને વચ્ચે બોક્સિગ ડે મેચ રમાનારી છે. સિરીઝ પહેલા બંને વચ્ચે વોર્મ અપ મેચ આગામી છઠ્ઠી ડિસેમ્બરથી શરુ થનાર છે. આ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા તો પહોંચી છે, પરંતુ તેમનો એક વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયોમાં પાકિસ્તાની ખેલાડીઓ પોતાના લગેજને જાતે જ ઉંચકી ઉંચકીને ટ્રકમાં ભરી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહી છે. આમ પાકિસ્તાનના ખેલાડીઓનુ સન્માન તો ઓસ્ટ્રેલિયામાં દૂર રહ્યુ પરંતુ હાલતો સ્થિતિ કૂલી નંબર-1 બન્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રકમાં મોહમ્મદ રિઝવાન ઉભેલો જોવા મળી રહ્યો છે. બાબર આઝમ અને શાહિન આફ્રિદી સહિતના ખેલાડીઓ લગેજ સાથે ટ્રક પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. ખેલાડીઓ પણ ટ્રકમાં સામાન ભરતા જોવા મળતા હતા. તો વળી જાહેરમાં આ સ્થિતિ વચ્ચે કેટલાક ખેલાડીઓ સાથે પ્રશંસકો તસ્વીરો ખેંચાવવાનો મોકો છોડતા નહોતા.
Pakistan team has reached Australia to play 3 match Test series starting December 14.
Pakistani players loaded their luggage on the truck as no official was present. pic.twitter.com/H65ofZnhlF
— Cricketopia (@CricketopiaCom) December 1, 2023
આગામી 14 ડિસેમ્બરથી શરુ થવા જઈ રહેલી ટેસ્ટ સિરીઝ 3 મેચોની છે. જેની પ્રથમ મેચ પર્થમાં રમાનારી છે. જે બાદ બીજી ટેસ્ટ મેચ બોક્સિગ ડે ટેસ્ટ છે, જે મેલબોર્નમાં રમાનાર છે. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં રમાનારી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ક્યારેય પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યુ નથી. જોકે પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને ઇતિહાસ બદલાવાની આશા છે, પરંતુ વર્તમાનમાં તો પાકિસ્તાની ખેલાડીઓની હાલત ઓસ્ટ્રેલિયાની ધરતી પર કૂલી નંબર-1 જેવી છે. મસૂદને બાબર આઝમના સ્થાને સુકાન સંભાળવાની જવાબદારી ટેસ્ટ ક્રિકેટમાં મળી છે.
આ પણ વાંચોઃ બોલો! જેલવાસ ભોગવી ચૂકેલ મેચ ફિક્સર હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પસંદ કરવા આપશે ‘કિંમતી’ સલાહ
Published On - 10:37 pm, Fri, 1 December 23