અફઘાનિસ્તાન સામે (AFG vs PAK) પાકિસ્તાનની 8 વિકેટે કારમી હાર બાદ દરેક જગ્યાએ પાકિસ્તાન ટીમની ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ બાદ તેણે કહ્યું હતું કે જો ટીમ દરેક ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન નહીં કરે તો તે મેચ જીતી શકશે નહીં અને અફઘાનિસ્તાનની ટીમે અમારી સામે વધુ સારું પ્રદર્શન કર્યું. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં અફઘાનિસ્તાનની ટીમ અમારા કરતા સારી હતી.
પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાનની ટીમ માત્ર 282 રન સુધી જ સિમિત રહી હતી અને જવાબમાં અફઘાનિસ્તાને માત્ર બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને અફઘાનિસ્તાનને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો, અફઘાનિસ્તાનની ટીમે 49 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમ અને ખાસ કરીને શાહિદ શાહ આફ્રિદીની ફિલ્ડિંગના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. બાબર આઝમની કેપ્ટનશીપ પર અગાઉ પણ સવાલો ઉભા થયા છે.
Indians Right Now #AFGvPAK #PAKvsAFG #CWC2023 #CWC23
pic.twitter.com/xMwW3EfdB3— Anshu Chauhan (@chauhandwarrior) October 23, 2023
પાકિસ્તાનને 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવીને બેવડો ઝટકો આપ્યો હતો.હવે વર્લ્ડ કપમાં 22 નંબરની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું છે. જે બાદ બાબર આઝમની કેપ્ટનશીપ પર ફરી સવાલો ઉઠી રહ્યા છે.
Afghanistan to Pakistan today pic.twitter.com/SnVJIe813u
— Statistics of Bharat (@Stats4Bharat) October 23, 2023
POV: you’re watching pakistan cricket team match. pic.twitter.com/X7PwlRYuFs
— (Definitely) (@Aqsay_01) October 23, 2023
Current situation of Pakistani fans #AFGvsPAK pic.twitter.com/pY0kF0fhEk
— Kanwar Gurjar (@Mr_singh1888) October 23, 2023
આ પણ વાંચો : PAK vs AFG: પાકિસ્તાનની ખરાબ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ગુસ્સે થયો વસીમ અકરમ, સંભળાવ્યા આકરા શબ્દો, જુઓ Video