મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ખેતી અને તેના પાલતુ પ્રાણીઓ સાથે ઘણો સમય વિતાવ્યો છે. પાલતુ પ્રાણીઓ સાથે ધોનીના વીડિયો સોશિયલ મીડિયા પર એક બાદ એક વાયરલ થતા રહે છે. આવો જ એક અન્ય વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની તેના પાલતુ ઘોડા અને તેના બચ્ચાઓને ખવડાવતો જોવા મળી રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. તે ઘણી વખત તેના ડોગ સાથે સમય વિતાવતો, તેમને ખવડાવતો અને તેમનો જન્મદિવસ પણ તેમની સાથે ઉજવણી કરતો જોવા મળે છે. આ વખતે ધોની તેના પાલતુ ઘોડા સાથે જોવા મળ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની સાથે અન્ય કેટલાક લોકો હાજર છે અને તેની બાજુમાં એક કાળો ઘોડો અને તેનું બાળક ઊભું છે.
MS Dhoni and his love for pets. pic.twitter.com/FWBxzlTJMM
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2023
વીડિયોમાં ઘોડો ધોનીના હાથ ચાટતો જોવા મળી રહ્યો છે, ધોની પણ ઘોડાને પ્રેમ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે હાથ ન ચાટ. તે બાદ ધોની બચ્ચાને ખવડાવતો જોવા મળે છે.
હાલમાં આ મનમોહક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહેન્દ્ર સિંહ ધોનીના ન્યૂ લૂક જેમાં લોંગ હેરસ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા પણ કરી રહ્યા છે. જુઓ આ વીડિયો જેમાં MS ધોની ઘોડાને કહરો ખવડાઈ રહ્યા છે.
હલ્મ સામે આવેલી માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તેના ચાહકો તેને વર્ષમાં એકવાર મેદાનમાં જોવા ઇચ્છતા હોય છે. IPL 2023માં પણ આવું જ જોવા મળ્યું હતું અને ધોનીએ 42 વર્ષની ઉંમરે પણ તેની કેપ્ટનશીપ કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.
આ પણ વાંચો : ભારત ઓસ્ટ્રેલિયા ટી20 માં કેપ્ટન થી લઈ બોલરનું શાનદાર પ્રદર્શન, જાણો કોણ છે સીરિઝના પ્લેયર ઓફ ધ મેચ
ધોનીએ આઈપીએલ 2024 રમવાના સંકેત પણ આપ્યા હતા અને આઈપીએલ 2024ના ઓક્શન પહેલા CSK ધોનીને રિટેન કરીને ફરી એક વખત કેપ્ટનશિપ આપીને આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે કે, 43 વર્ષીય ધોની IPL 2024માં રમશે.