
ક્રિકેટમાં અનેક વાર એવી ઘટનાઓ જોઈ હશે જેને માનવાથી તમે તૈયાર નહીં હોય. આમ છતાં પણ એ ઘટનાઓ વાસ્તવિક હોય છે અને તેને સ્વિકારવી જ પડતી હોય છે. કારણ કે આજકાલ ક્રિકેટ જ નહીં મોટાભાગની રમતો પર કેમેરાઓની નજર રહેતી હોય છે અને જેમાં આશ્ચર્યજનક ઘટનાઓ કેદ થતી હોય છે. આવી જ એક આશ્ચર્ય જન્માવનાર ઘટના ઓસ્ટ્રેલિયામાં સર્જાઈ છે. જ્યાં સ્ટંપ પર બોલ વાગતા વળી તો ગયુ પરંતુ બેટર આઉટ જાહેર થયો નહીં.
આ વિચિત્ર જેવી લાગતી ઘટના ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ એસીટી પ્રીમિયર ક્રિકેટ થર્ડ ગ્રેડ મેચમાં બની હતી. એસીટીએ જ આ આશ્ચર્યને સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે, જેમાં તસ્વીર શેર કરીને આ બતાવ્યુ છે. જેમાં સ્ટંપ પાછળની સાઈડમાં જતુ રહેલુ જોવા મળે છે, પરંતુ અંપાયરે બેટરને નોટ આઉટ આપ્યો હતો.
આ મેચમાં બન્યુ એવુ કે, બોલરે બોલ ડિલિવર કર્યો અને સિધો જ મિડલ સ્ટંપ પર જઈને વાગ્યો હતો. આ સાથે જ મિડલ સ્ટંપ પાછળની તરફ ચાલી ગયુ હતુ. પરંતુ આમ છતાં બોલરને વિકેટ નસીબ થઈ શકી નહોતી. શરુઆતમાં તો બોલર સ્વાભાવિક જ ખુશીથી ઝૂમી ઉઠ્યો હશે, પરંતુ જ્યારે અંપાયરે નોટ આઉટ આપતા જ તેની ખુશીઓ નિરાશામાં પલટાઈ ગઈ હશે. પરંતુ બોલરથી લઈને તેની ટીમના ખેલાડીઓ માટે આ સમયે શું પ્રતિક્રિયા આપવી એ જ સમજમાં નહીં આવતી હોય.
Things you don’t see every day…
Explain this one from a Ginninderra-Wests game for us, cricket fans – how was this possible?
Physics? Chewing Gum? Swollen timber in all the rain?”
Wal Murdoch pic.twitter.com/484qFEt1Wj
— Cricket ACT (@CricketACT) December 10, 2023
તમને પણ એમ થતુ હશે કે, આમ કેમ? અંપાયરે કેમ બેટરને આઉટ જાહેર કર્યો નહીં. તો એની પાછળનું કારણ એ છે કે, બેલ્સ જેમની તેમ જ રહી હતી. એટલે કે સ્ટંપ પર ગોઠવવામાં આવેલ બેલ્સ તેના સ્થાન પર થી ખસી જ નહોતી. બેલ્સ બે સ્ટંપના આધાર પર હવામાં જોડાયેલી જ રહી હતી. આવી સ્થિતિમાં અંપાયરે બેટરને આઉટ જાહેર કર્યો નહોતો.
મેરિલબોન ક્રિકેટ ક્લબના નિયમોનુસાર આ ઘટનામાં અંપાયરે બેટરને આઉટ જાહેર કર્યો નહોતો. નિયમ મુજબ ખેલાડીને ત્યારે જ આઉટ આપવામાં આવે છે, જ્યારે એક પણ બેલ નિચે પડી જાય કે પછી એક સ્ટંપને જમીનથી સંપૂર્ણ ઉખાડી દેવામાં આવે.
આ વિચિત્ર ઘટનાને લઈ વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટના કેપ્ટને પણ નિરાશા વ્યક્ત કરી હતી. પરંતુ બાદમાં તેને આ મામલો ખૂબ જ ફની લાગ્યો હતો. તેણે કહ્યુ હતુ કે વિકેટ મળ્યાનો આનંદ સર્જાયો હતો પરંતુ બેટર રમતમાં જારી રહ્યો હતો. જોકે આ બેટર લાંબો સમય પિચ પર સમય વિતાવી શક્યો નહોતો.
Published On - 11:31 am, Mon, 11 December 23