
આઈપીએલ 2023માં આજે એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. લખનઉની ટીમ સતત બીજા વર્ષે પ્લેઓફની મેચ રમી રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. આજે હારનારી ટીમ આઈપીએલમાંથી બહાર થશે, જ્યારે જીતનારી ટીમ કવોલિફાયર 2માં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
મુંબઈના બોલર મધવાલે 5 રન આપીને 5 વિકેટ લીધી. લખનઉની ટીમ 101 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી.
મધવાલની ઓવરમાં 4 વિકેટ પડી. લખનઉનો સ્કોર – 100/8
સ્ટોઈનીસ રન આઉટ થયો, મુંબઈની જીત લગભગ નક્કી
લખનઉની અડધી ટીમ આઉટ, મધવાલ એ બીજી વિકેટ લીધી. 10 ઓવર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર – 75/5
કેપ્ટન પંડયા બાદ બદોની આઉટ
ચાવલાની ઓવરમાં કૃણાલ પંડયા 8 રન બનાવી કેચ આઉટ થયો. જીત માટે 70 બોલમાં 114 રનની જરુર.
લખનઉ તરફથી કૃણાલ 8 રન અને સ્ટોઈનિસ 35 રન સાથે રમી રહ્યાં છે. કૃણાલ અને સ્ટોઈનિસ વચ્ચે 45 રનની પાર્ટનરશિપ થઈ છે. મુંબઈની ટીમે જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.
લખનઉ તરફથી કૃણાલ 2 રન અને સ્ટોઈનિસ 28 રન સાથે રમી રહ્યાં છે. કૃણાલ અને સ્ટોઈનિસ વચ્ચે 31 રનની પાર્ટનરશિપ થઈ છે. છેલ્લી 5 ઓવરમાં 46 રન અને 2 વિકેટ જોવા મળી. 6 ઓવર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર – 54/2
લખનઉનો ઈમ્પેક્ટ પ્લેયર માર્યસ 18 રન બનાવી આઉટ થયો છે. જોર્ડનની ઓવરમાં કેમરુન ગ્રીને કેચ પકડીને લખનઉની હાલત ખરાબ કરી. મુંબઈ ઈન્ડિયન્સે જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. LSG 28/2 (4 ઓવર), CRR: 7 REQ: 9.69
2 ઓવર બાદ લખનઉનો સ્કોર – 12 રન પર 1 વિકેટ. આકાશ મધવાલની ઓવરમાં પ્રેરક માંકડ 3 રન બનાવી કેચ આઉટ થયો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.
રોહિત- ઈશાન એ મુંબઈને સારી શરુઆત અપાવી હતી. એક સમયે સૂર્યા-ગ્રીને મુંબઈની ઈનિંગ સંભાળી હતી. પણ નવીનના તરખાટને કારણે મુંબઈની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સ એ 6 વિકેટના નુકશાન સાથે 182 રન રહ્યો હતો. આજે લખનઉના બોલર નવીન ઉલ હલનો વિરાટ અવતાર જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન એ 15 રન, રોહિત શર્મા એ 11 રન, કેમરુન ગ્રીન 41 રન, સૂર્યાકુમારે 33 રન, તિલક વર્મા એ 26 રન, ટિમ ડેવિડે 13 રન બનાવ્યા હતા.
મોહિન ખાનની ઓવરમાં જોર્ડન 4 રન બનાવી આઉટ થયો છે. 19 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 168/7
નવીન ઉલ હક એ આજે ચોથી વિકેટ લીધી છે. તિલક વર્મા 26 રન બનાવી આઉટ થયો છે.
17મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમની પાંચમી વિકેટ પડી છે. યશ ઠાકુરની ઓવરમાં ટિમ ડેવિડ કેચ આઉટ થયો છે. ટિમ ડેવિડ એ નો બોલ માટે રિવ્યૂ માગ્યો હતો. પણ થર્ડ અમ્પાયરે નો બોલ ન આપ્યો. 17 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 149/5
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 16 રન અને ટીમ ડેવિડ 5 રન સાથે રમી રહ્યાં છે. કેમરુન ગ્રીન આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં 400થી વધારે રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો છે. 14 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 126/4
બોલર નવીને આ મેચમાં ત્રીજી વિકેટ લીધી છે. કેમરુન ગ્રીન 41 રન બનાવી આઉટ થયો છે.
નવીન-ઉલ-હક ધીમા બોલ પર સૂર્યકુમાર યાદવ ઉંચો શોર્ટ ફટકાર્યો. જેને કારણે તે 33 રન પર કેચ આઉટ થયો. 10.4 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 104/3
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 41 રન અને સૂર્યાકુમાર 27 રન સાથે રમી રહ્યાં છે. કેમરુન ગ્રીને હમણા સુધી 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી છે. જ્યારે સૂર્યાકુમારે 2 સિક્સર અને 1 ચોગ્ગા ફટકાર્યા છે. 10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 98/2
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 30 રન અને સૂર્યાકુમાર 10 રન સાથે રમી રહ્યાં છે. અહીંથી ટીમ મોટો સ્કોર ઉભો કરવા મહેનત કરતી જોવા મળશે. 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 70/2
મુંબઈ તરફથી સૂર્યાકુમાર 9 રન અને કેમરુન ગ્રીન 23 રન સાથે રમી રહ્યા છે. સૂર્યાકુમારે આવતાની સાથે શાનદાર સિક્સર ફટકારી હતી. જ્યારે કેમરુન ગીને હમણા સુધી 5 ચોગ્ગા ફટકાર્યા છે. 6 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 62/2
રોહિત શર્મા બાદ ઈશાન કિશન પણ આઉટ થયો છે. ઈશાન કિશન યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો છે. આજે 15 રન બનાવીને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 2000 રન પૂરા કર્યા છે.
નવીનની ઓવરમાં રોહિત શર્મા આઉટ. રોહિત શર્મા 11 રનના સ્કોર પર બદોનીના હાથે કેચ આઉટ થયો છે. 3.2 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 30/1
રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સને શાનદાર શરુઆત અપાવી છે. કેપ્ટન કૃણાલની ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા એ એક સિકસર અને ચોગ્ગો ફટકાર્યો. 3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 29/0
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન અને રોહિત શર્મા બેટિંગ માટે આવ્યા છે. પહેલી ઓવર કેપ્ટન કૃણાલ પંડયા બોલિંગ કરી હતી. આ ઓવરમાં ઈશાન કિશને એક ચોગ્ગો ફટકાર્યો. 1 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 5/0
The Teams are IN for the #Eliminator!
Take a look at the two sides 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/CVo5K1w8dt#TATAIPL | #LSGvMI pic.twitter.com/oMpt9ugDhj
— IndianPremierLeague (@IPL) May 24, 2023
લખનઉ સુપર જાયન્ટ્સ : આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મોહસિન ખાન
LSG ઇમ્પેક્ટ સબ્સ: કાયલ મેયર્સ, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંઘ, સ્વપ્નિલ સિંઘ, અમિત મિશ્રા.
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ
MI ઇમ્પેક્ટ સબ્સ: રમનદીપ સિંહ, કુમાર કાર્તિકેય, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સંદીપ વૉરિયર.
🚨 Toss Update 🚨
Mumbai Indians win the toss & elect to bat first against Lucknow Super Giants.
Follow the match ▶️ https://t.co/CVo5K1w8dt#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/UTtHTIMl9h
— IndianPremierLeague (@IPL) May 24, 2023
હમણા સુધી 3 કેપ્ટનો એ ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી હતી. જ્યારે 5 કેપ્ટનોએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો ટોસ, લખનઉ સુપર જાયન્ટસ પહેલા કરશે બોલિંગ
એલિમિનેટર મેચનો ટોસ હમણા સાંજે 7 કલાકે થશે. જ્યારે મેચની શરુઆત સાંજે 7.30 કલાકે થશે.
માત્ર 3 વખત 3જી/4થી ક્રમે આવનારી ટીમ એલિમિનેટર/ક્વોલિફાયર2 રમીને ફાઇનલમાં પહોંચી છે. 3જી/4થું પૂરું કરવું અને કપ જીતવો એ એક મોટું કાર્ય છે. ટીમે 5 દિવસના ગાળામાં સળંગ 3 જીતવાની છે!
ચેન્નાઈના ચેપોકની પિચ હમેશા સ્પિનર્સ માટે લાભકારક બને છે. પહેલી બેટિંગ કરનારી ટીમ 170થી વધારે સ્કોર બનાવી શકે છે. ગઈકાલે પ્રથમ બેટિંગ કરીને ચેન્નાઈની ટીમ 170થી વધુનો સ્કોર બનાવ્યો હતો.
All eyes on Ahmedabad 👀🏟️
Lucknow Super Giants or Mumbai Indians – Which Team will go one step ahead after tonight’s clash?#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/x2RbbqnOON
— IndianPremierLeague (@IPL) May 24, 2023
આજે 24 મેના રોજ ચેન્નાઈની ચેપોક સ્ટેડિયમમાં મુંબઈ અને લખનઉ વચ્ચે એલિમિનેટ મેચ રમાશે. ગઈકાલે 23 મેના રોજ ચેપોકમાં ગુજરાત સામે 15 રનથી જીત મેળવીને ચેન્નાઈની ટીમ ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ગુજરાતની ટીમ અમદાવાદમાં રમાનારી કવોલિફાયર 2માં પહોંચી છે. આજે એલિમિનેટરમાં જીતનારી ટીમ 26મેના રોજ અમદાવાદમાં કવોલિફાયર મેચ રમશે.
Eliminator Time ⏳
📍Chennai
It’s now or never for both the teams! 🔥🔥
Only one side proceeds ahead. Who will it be 🤔#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/NVLBXPnI0B
— IndianPremierLeague (@IPL) May 24, 2023
પહેલા કેએલ રાહુલ અને હવે કૃણાલ પંડયાના નેતૃત્વવાળી લખનઉની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 વાર ટકરાઈ છે. આ ત્રણેય મેચમાં લખનઉની ટીમ ‘સુપર જાયન્ટ્સ’ બનીને ઉભરી આવી છે. આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લખનઉ સામે પહેલો વિજય મેળવવું જરુરી બન્યું છે.
આઈપીએલ 2023માં આજે એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. લખનઉની ટીમ સતત બીજા વર્ષે પ્લેઓફની મેચ રમી રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. આજે હારનારી ટીમ આઈપીએલમાંથી બહાર થશે, જ્યારે જીતનારી ટીમ કવોલિફાયર 2માં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
Published On - 6:16 pm, Wed, 24 May 23